<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ગરીબ બાળકીનુ અપહરણ..5 Pi, 9 PSI, ૧૦૦૦ વોટ્‍સએપ ગ્રુપ, હજારો CCTV વિગેરે દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્‍ચે બાળકીને હેમખેમ આવી રીતે બચાવી લીધી

અધધ, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત ટીમે ઓપરેશન મુસ્‍કાન હેઠળ બાળકો, યુવાનો અને વડીલો સહિત ૫૯૧ લોકોને શોધી આપતા હર્ષભાઈ સંઘવી હર્ષભેર જાહેરમાં ગૌરવપૂર્વક નોંધ લે છે ક્રાઇમ બ્રાન્‍ચના એડિશનલ સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની ટીમના ક્રાઈમ બ્રાન્‍ચ પીઆઇ જે જી પટેલ, Pi હીતેષ ગઢવી, મહિલા Pi હિલ્‍પા સિંધુ વિગેરે દ્વારા અશકયને શકય કરી બતાવ્‍યું

 

રાજકોટ, તા.૮: સુરતના પોલીસ કમિશનર દ્વારા વિવિધ ગુનાખોરીના અભ્‍યાસ કરી તે માટે અનુભવી અધિકારીઓ સાથે ચર્ચા કરી સુરતમાં વિવિધ રાજ્‍યોમાંથી રોજગારી માટે આવતા ગરીબ પરિવારના બાળકોની અપહરણ, દુષ્‍કર્મ જેવી ઘટનાઓ રોકવા અને આવા કોઈપણ ગરીબ માણસ હોય તો પણ પોતાની મંજૂરી વગર આખા સુરત શહેરની પોલીસને કામે લગાડી દેવાની આખી યોજના ત્‍યાર કરી તે અભિયાનને મુસ્‍કાન નામ આપ્‍યું છે, આ અભિયાન એટલું સફળ થયું છે કે નાયબ મુખ્‍ય મંત્રી આ અભિયાન નીચે મળેલ સફળતાથી પ્રેરાઈને આખા રાજ્‍યના પોલીસ તંત્રને સુરત મોડલ અપનાવવા અપીલ કરી છે, તો ચાલો મૂળ વાત પર આવીએ.

સુરતના અમરોલી વિસ્‍તારમાં  અલગ અલગ રહેતા માતા પિતાની પુત્રી કે જે માતા સાથે રહે છે, તે ગુમ થયેલ હોવાની ફરિયાદ આવી હતી , જોકે ફરિયાદ ૨૪ કલાક મોડી હતી, પણ મુસ્‍કાન અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્‍ચના એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ક્રાઈમ બ્રાન્‍ચના ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વમાં ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.જી.પટેલ, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હિતેશ ગઢવી અને માસુમનો પ્રશ્‍ન હોય સીપી દ્વારા મહિલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હિલ્‍પા સિંધુ અને ક્રાઇમ બ્રાન્‍ચના ચુનંદા સ્‍ટાફને જવાબદારી આપી હતી.

પાંચ પાંચ પીઆઇ અને ૯ psi અને પોલીસ કાફલા મેદાને ઉતર્યો અને આખા ઓપરેશનની તમામ વિગતો અને ટીમને માર્ગદર્શન મલે તે માટે ડીસીપી ભાવેશ રોજિંયા દરેક બાબતોની સતત અપડેટ મેળવી અને માર્ગદર્શન સાથે સીપીને પણ તમામ બાબતોથી માહિતગાર કર્યા હતા  ક્રાઇમ બ્રાન્‍ચ, અમરોલી પોલીસ ટીમ દ્વારા હજારો સીસીટીવી ચેકીંગ દરમિયાન એક શખ્‍સ બે બાળકો સાથે દેખાયો, આગળના CCTV વિવિધ ટીમો દ્વારા ચેક કરતા અમદાવાદ સુધી પગેરું તુરંત શોધી કાઢયું હતું,  સુરતથી અમદાવાદ સુધીના રૂટના કુલી, દુકાનદાર, રેલવેના સાંધાવાળા, સહિત વિવિધ ૧૦૦૦ થી વધુ ગ્રુપમાં શેર થતા એક જાગળત નાગરિકે મહત્‍વની કડી આપેલ. અને નજીકના જિલ્લાઓના પોલીસની ટીમો ડીસીપી ભાવેશ રોજિયા દ્વારા મોકલી ૪ વર્ષની બાળકીને બચાવી લેતાં સુરતવાસીઓ અને સીપી દ્વારા આખી ટીમ પર અભિનંદન વર્ષા થયેલ.

અત્રે યાદ રહે કે માનવીય વર્ષોથી કપટ અભિગમ ધરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લોકોની અશ્રુભીની રજૂઆત આધારે ઓપરેશન મુસ્‍કાન અંતર્ગત વર્ષોથી લાપતા બાળકો, યુવાનો અને વડીલો મળી ૫૯૧ લોકોને શોધી આપ્‍યા છે, હર્ષભાઈ સંઘવી પણ આવી કામગીરી જાહેરમાં નોંધ લેવા સાથે અન્‍યોને પ્રેરી રહયા છે.

(11:08 AM IST)