તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પરથી ફેલાતા પ્રદૂષણને કારણે રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા: માસ્ક પહેરવા મજબુર બન્યા
ધુમાડાના પ્રકોપથી શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધતી હોવાની ફરિયાદો ઉઠી

સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પરથી ફેલાતા પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે અઠવાડિયાથી ડમ્પિંગ સાઈટ પર લાગી આવેલી આગ બેકાબૂ બનતા સતત ઝેરી ધુમાડો ફેલાઈ રહ્યો છે. જેના કારણે આસપાસના લોકો પોતાના ઘરમાં પણ માસ્ક પહેરવા મજબૂર બન્યા છે. ધુમાડાના પ્રકોપથી શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ પરિસ્થિતિને લઈ સ્થાનિકોએ GPCB અને મનપા સામે વિરોધ નોંધાવ્યો છે. રહીશોનું કહેવું છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે ઝેરી પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
