News of Wednesday, 8th April 2026
નરાધમોની ક્રૂરતાની પરાકાષ્ઠા: સગીરનું અપહરણ કરી આખી રાત ઓરડામાં ગોંધી રાખ્યો:લોખંડના પાઈપથી ઢોર માર મારતા હાહાકાર
માસૂમની ચીસોથી પંથક ધણધણી ઉઠ્યો: રાક્ષસી માનસ ધરાવતા શખ્સોએ સગીરને પીંખી નાખ્યો:શરીરે ડામ અને પાઈપના સોળ ઉઠ્યા:પોલીસના ખૌફ વગર અપહરણકારોનો આતંક

અમદાવાદ:જિલ્લામાં લુખ્ખા તત્વોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે સગીરો પણ સુરક્ષિત નથી. એક ચોંકાવનારી ઘટનામાં કેટલાક શખ્સોએ એક નિર્દોષ સગીરનું રસ્તામાંથી અપહરણ કર્યું હતું અને તેને અવાવરું જગ્યાએ લઈ જઈ આખી રાત ગોંધી રાખ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, તસ્કરો કે અસામાજિક તત્વોએ સગીરને લોખંડના પાઈપ વડે બેરહેમીથી માર માર્યો હતો, જેના કારણે સગીરની હાલત અત્યંત નાજુક થઈ ગઈ છે. સવારે તેને મરણતોલ હાલતમાં છોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારના પરિવારજનોએ પોલીસ મથકે નરાધમો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. શું આ હુમલા પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર છે?
ઓઢવમાં રહેતી વિધવાએ બે યુવકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૧-૦૩-૨૦૨૬ તેમનો છૂટક મજૂરી કરતો ૧૭ વર્ષનો પુત્ર ઘરે ન આવ્યો ન હતો જેથી માતાએ ફોન કરતા બહાર જમવા જાઉ છું તેમ કહ્યું હતું, બાદમાં વેહેલી સવારે ઘરે આવીને રડવા રડવા લોગ્યો હતો જેને લઇને માતાએ તેન પૂછતા જણાવ્યું કે તે કામધંધેથી ઘરે ચાલતો આવતો હતો ત્યારે ઓઢવ ગાય સર્કલ પાસે પાસેથી એક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો અપહરણ કર્યું હતું અને ઓઢવ રઘુવીર એસ્ટેટ ખાતે કારખાનાના ધાબા પર લઇ ગયા હતા.
જ્યાં ઉપરોક્ત બે આરોપીસહિત ચાર શખ્સોએ કોઇ કારણોસર સગીરને અપશબ્દો બોલીને આખી રાત ગોંધી રાખીને ઢોર માર માર્યો બાદ લોખંડની પાઇપના ફટકા માર્યા હતા. ત્યારબાદ એક્ટિવા ઉપર બેસાડીને ઓઢવ ફાયર સ્ટેશન પાસે ઉતારીને જતા રહ્યા હતા. સગીરને ઇજાઓ થતા સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સગીર અવાર નવાર છરી લઇને સિગારેટ લેવા માટે જતો હતો તાજેતરમાં ત્રીજી વખતે છરી લઇને સિગારેટ લેવા માટે ગયો હતો જેથી આરોપીઓએ તેને શબક શિખવાડવા માટે અપરહણ કરીને માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
