News of Wednesday, 8th April 2026
વડોદરા કોર્ટનો 'ઐતિહાસિક' ચુકાદો: ૮ વર્ષની માસૂમ બાળકી સાથે અડપલા કરનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદ:પાપીને જેલના સળિયા ગણવા પડશે
માસૂમિયતને પીંખવાનો પ્રયાસ કરનારને કોઈ માફી નહીં: પોક્સો એક્ટ હેઠળ ન્યાયાધીશનો આકરો પ્રહાર:૨૦ વર્ષની જેલ અને દંડ ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો: નરાધમો માટે લાલબત્તી સમાન ચુકાદો

વડોદરા : વડોદરામાં ૮ વર્ષની બાળકીની મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કરનાર નરાધમ વિરુદ્ધ કોર્ટે કડક વલણ અપનાવી દાખલો બેસાડ્યો છે. મળતી વિગતો મુજબ, વર્ષો પહેલા બનેલી આ ઘટનામાં નરાધમે પડોશમાં રહેતી બાળકીને લલચાવી-ફોસલાવી તેની સાથે અડપલા કર્યા હતા. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટમાં ચાલેલા આ કેસમાં સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓના આધારે ન્યાયાધીશે આરોપીને દોષિત જાહેર કરી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટના આ આકરા ચુકાદાને પગલે બાળકીના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સવારના સમયે એક ૮ વર્ષની સગીર બાળકી નળ પર પાણી ભરવા ગઈ હતી, ત્યારે અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. પરશુરામભઠ્ઠો, સયાજીગંજ) નામના શખ્સે માનવતા નેવે મૂકી બાળકીનો હાથ પકડી તેને બળજબરીથી પોતાના ઘરના બાથરૃમમાં ખેંચી ગયો હતો. આ નરાધમે બાથરૃમમાં માસૂમ બાળકીના કપડાં ઉતારી તેના શરીર અને ગુપ્ત ભાગોએ અડપલાં કરી છેડછેડા કરી હતી.
આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એન.યુ.મકવાણાએ દલીલો કરી હતી.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ આરોપી અજય ઉર્ફે આકાશ રોકડેને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો અને આરોપીને રૃા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
