તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ડેટિંગ એપ્લિકેશન GRINDRની મદદથી પુરષોને ડેટિંગ માટે બોલાવી,વિડિયો ઉતારી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતા શખ્સોને સુરત શહેર જહાંગીરપુરા પોલીસે ઝડપી લીધી
ડેટિંગ માટે મળવા આવનાર શખ્સના અન્ય સાથી શખ્શને પહેલેથી જ ત્યાં હાજર હોય જેઓએ પકડી લઈ, માર મારી, વિડિયો ઉતારી અને વિડિયો તેઓના માતાપિતાને મોકલવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા

સુરત :પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા મે. અધિક પોલીસ કમિશ્નર ઝોન-૦૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર 'કે' ડિવિઝન નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત તથા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને નાસતા ફરતા આરોપીઓને તથા ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમોને શોધી કાઢવા માટે સુચના આપેલ હોય દરમિયાન જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરીયાદી નાઓએ પોતાને ગે ડેટિંગ એલિકેશન GRINDR પર એકાઉન્ટ બનાવી ફરીયાદીને ડેટિંગ સારુ મળવા બોલાવી ત્યારબાદ ફરીયાદીને એક અવાવરુ ખેતરમાં લઈ જઈ ત્યાં ડેટિંગ માટે મળવા આવનાર શખ્સના અન્ય સાથી શખ્શને પહેલેથી જ ત્યાં હાજર હોય જેઓએ ફરીયાદીને પકડી લઈ, માર મારી, વિડિયો ઉતારી અને વિડિયો તેઓના માતાપિતાને મોકલવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રૂપિયા 30,૦૦૦/- પડાવી લીધેલ હોવાની હકિકત જણાવતાં અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી. બી પરમારના માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડના માણસો દ્વારા ફરીયાદી અને તેમના મિત્રની મદદથી છટકું ગોઠવી ત્યારબાદ આ આરોપી પૈકીનો એક ઈસમ મળવા આવતાં તેને પકડી પાડી તેના અન્ય સાથી કે જે અવાવરુ ખેતરમાં છુપાયેલ હોય ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે. જે બાદ પકડાય જનારા આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ તેમના અન્ય સાથીઓ કે જે આવા પ્રકારના અન્ય ગુનાઓમાં સંડોવાયેલ છે તેઓની મદદથી ભૂતકાળમાં આવા ઘણા લોકોને ડેટિંગ માટે મળવા બોલાવી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવી લીધેલ હોવાની કબૂલાત કરેલ હોય તથા તેઓના મોબાઈલ ફોનમાં પણ આ પ્રકારના અન્ય વિડીયો મળી આવેલ હોય જે બાબતે અત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-A- FIR. 11210007260241/2026 BNS ६८८५.३०८ (९), ११५(२), ३५१(२), ३५९,५४ ५४५नी હાલ કરી, આવા અન્ય ભોગ બનનારોને શોધી કાઢી પકડાયેલ આરોપીઓ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ વધુ ગુનાઓ ગુનાઓ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે.
પકડાયેલ આરોપીના નામ-સરનામાની વિગત
(૧) નરેશ ઉર્ફે નરીયો સાજનભાઈ મારૂ ઉ.વ.૨૦ ધંધો-રીક્ષાડ્રાઇવર રહે.-ધક્કા કોલોની ભોજાભાઇ ખોડાભાઇ મારૂના મકાનમાં સ્ટારગાર્ડનની બાજુમા છાપરાભાઠા રોડ સુરત શહેર મુળ રહે ગામ નવાગામ તા.જસદણ જી.રાજકોટ મો.નં.-૬૩૫૨૭૬૭૧૬૯ (૨) રાજુ ભનુભાઇ મેર ઉ.વ.ર3 ધંધો-ફીરામજુરી રહે.-ધક્કા કોલોની ભોજાભાઇ ખોડાભાઇ મારૂ ના મકાનમા સ્ટારગાર્ડનની બાજુમા છાપરાભાઠા રોડ સુરત શહેર મુળ રહે.ગામ હરીપર તા.ગઢડા જી.બોટાદ મો.નં.-૬૩૫૪૪૦૯૪૩૦
પકડાયેલ આરોપીનો ગુનાહીત ઈતિહાસ
આ કામે પકડાયે આરોપી નામે નરેશ ઉર્ફે નરીયો સાજનભાઇ મારૂ ઉ.વ.૨૦ નાઓ આ અગાઉ નીચે મુજબના ગુનામાં સંડોવાયેલ છે.
(૧) વરાછા પોસ્ટેમા એ પાર્ટ.નં-૧૧૨૧૦૦૬૦૨૪૦૫૬૨/૨૦૨૪ IPC કલમ ૩૪,૧૨૦(બી), ૩૦૨, ૩૨૩,૩૯૨,૩૯૭ તથા અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતી પ્રતિબંધ અધિનિયમની કલમ-૩(૨)(), 3(2)(VA) તથા (૨) સિંગણપોર પોસ્ટેમાં એ પાર્ટ.નં.૧૧૨૧૦૦૬૩૨૫૦૮૩૬૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨,૫૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા બંન્ને આરોપીઓએ અગાઉ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી દ્વારા અન્ય ગુનાઓને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ હોય જે બાબતે ભોગ બનનારને શોધી કાઢી ન્યાય અપાવવા સારુ અન્ય ફરીયાદો દાખલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
