<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અમદાવાદમાં આચાર્ય અગ્નિવ્રત વૈષ્ઠીકની પીઠથી આયોજિત વક્તવ્ય શ્રેણીમાં રમેશજી મેરજાને ડો. વિવેક આર્ય લિખિત પુસ્તક "આર્યસમાજ ઔર શુદ્ધિ આંદોલન" પુસ્તક ભેટ

"દર્શન યોગ મહાવિદ્યાલય, રોજડ" દ્વારા સંચાલિત વૈદિક દર્શન પ્રશિક્ષણ શિબિરોને પ્રોત્સાહન આપવા રજુઆત કરી

અમદાવાદ :આર્યસમાજ, ઓઢવ, અમદાવાદના પદાધિકારી દિનેશભાઇ શાહ અને અજમલભાઈ આર્યએ રમેશજી મેરજા ( સચિવ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ) ને તારીખ 10,11, 12 એપ્રિલ, 2026 ના રોજ ઓઢવ, અમદાવાદ ખાતે આચાર્ય અગ્નિવ્રત વૈષ્ઠીકની પીઠથી આયોજિત થનારી "Vedic Physics & Cosmogenesis - The story of Creation" વક્તવ્ય શ્રેણીમા "અતિથિ વિશેષ" તરીકે શોભવૃધ્ધિ કરવા આમંત્રણ આપ્યું. આ સાથે શ્રીમાન રમેશજી મેરજાને ડો. વિવેક આર્ય દ્વારા લિખિત પુસ્તક "આર્યસમાજ ઔર શુદ્ધિ આંદોલન" પુસ્તક ભેટ આપી, "દર્શન યોગ મહાવિદ્યાલય, રોજડ" દ્વારા સંચાલિત વૈદિક દર્શન પ્રશિક્ષણ શિબિરોને પ્રોત્સાહન આપવા રજુઆત કરી હતી.

(8:25 PM IST)