તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
કલોલના છત્રાલમાં મહિલા હોમગાર્ડ ઉપર એસિડ એટેક કરનાર શખ્સને 15 વર્ષની કેદની સજા
રિક્ષા હટાવી લેવાનું કહેતા રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ છાંટ્યું હતું

અમદાવાદ : કલોલના છત્રાલમાં મહીલા હોમગાર્ડ પર એસિડથી હુમલો કરનાર આરોપી રિક્ષાચાલકને 15 વર્ષની કેદની સજા ફટકારાઇ છે, મહિલા હોમગાર્ડ ફરજ બજાવી રહી હતી ત્યારે રિક્ષા ચાલકે એસિડ વડે હુમલો કર્યો હતો , રિક્ષા હટાવી લેવાનું કહેતા રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ છાંટ્યું હતું , એસિડથી હુમલો કરતા મહિલા હોમગાર્ડ દાઝી ગઈ હતી , પોલીસે ગુનો દાખલ કરી આરોપી અશોક રમેશ રાવત ની ધરપકડ કરી હતી . કેસ કલોલ ની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 15 વર્ષની સખત કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે . ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના ગુનામાં સૌપ્રથમવાર સજા ફટકારવામાં આવી હતી
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
