<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

અંતે , માનવ તસ્‍કરી વિરૂધ્‍ધ ગુજરાત પોલીસના ‘ઓપરેશન સુરક્ષા' અભિયાનનો પ્રારંભ....

મુખ્‍ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવનું સરાહનીય પગલું: એડિશનલ ડીજીપી અજય ચોધરીને પણ આ હાઈ લેવલના અભિયાનમાં મહત્‍વની ભૂમિકા સુપ્રત... : તસ્‍કરી નેટવર્ક છિન્‍નભિન્‍ન કરવા અંતિમ તબક્કામાં તસ્‍કરી માફિયાઓની ધરપકડ, બેન્‍ક ખાતાઓ ફ્રીઝ કરવા, પીડિતોને મનોવિજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવશે : ૧૫ એપ્રિલ સુધી ચાલનાર આ અભિયાનને મુખ્‍ય ત્રણ તબક્કાઓ સાથે ૭ પેટા તબક્કામાં શ્રેણીબદ્ધ ચર્ચાઓ, અભ્‍યાસ બાદ આ બંને સિનિયર IPS દ્વારા વહેંચી દેવાયું છે...

રાજકોટ, તા.૯: મુખ્‍ય પોલીસ વડા તરીકે ચાર્જ લેતા સાથે જ પોતાના વિશાળ અનુભવ આધારે લોકોને સીધી સ્‍પર્શતી સમસ્‍યાઓ, સમસ્‍યાઓનો અમલ કરવાની જેની જવાબદારી છે, તેમની પોતાની અર્થાત્‌ પોલીસ સ્‍ટાફની રહેણાંક તેમની વ્‍યાજબી મુશ્‍કેલી અંગેની રજૂઆત અને તેમના અમલની નવી પ્રણાલી શરૂ કરનાર રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો.કે. એલ એન.રાવ દ્વારા ઓપરેશન સુરક્ષા અભિયાન શરૂ કરાયું છે, લોકોના સદ નસીબે તેમના આ અભિયાનમાં ડો કે.એલ.એન રાવ જેમ માનવીય અભિગમ ધરાવતા એડિશનલ ડીજીપી CID ક્રાઈમ અજય ચોધરી પણ જોડતા આ અભિયાને ગતિ પકડી છે.

* ૧૫ એપ્રિલ સુધી ચાલનાર આ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ માનવ તસ્‍કરીના નેટવર્કને છિન્‍નભિન્‍ન કરવાનો છે

* પ્રાથમિકતાઃ પીડિતોની સુરક્ષા અને તેમને સહાય પૂરી પાડવી, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને.

*  કાર્યપ્રણાલીઃ અભિયાન ત્રણ તબક્કામાં વહેંચાયેલું છેઃ જ્જ પ્રથમ તબક્કોઃ ઇન્‍ટેલિજન્‍સ એકઠું કરીને બસ, રેલવે સ્‍ટેશન, ઇટ ભઠ્ઠા, મસાજ પાર્લર જેવા સંવેદનશીલ સ્‍થાનોની માહિતી જુટાવવી.

* બીજો તબક્કોઃ બ્રોકર્સ, પ્‍લેસમેન્‍ટ જ્જ એજન્‍સીઓ અને મજૂર કોન્‍ટ્રેક્‍ટર્સની લિસ્‍ટ તૈયાર કરવી.

* ત્રીજો તબક્કોઃ હોટસ્‍પોટ્‍સ પર છાપા મારીને પીડિતોને મુક્‍ત કરાવવા અને મુખ્‍ય તડિફકર્સને ધરપકડવા.

* અંતિમ કાર્યવાહીઃ મુખ્‍ય તસ્‍કરી કરનારાઓની ધરપકડ, બેંક ખાતાઓને ફ્રીઝ કરવા, અને પીડિતોને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવી.

* નેતળત્‍વઃ પોલિસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવ અને અપર પોલિસ મહાનિર્દેશક અજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ.

* સહાયઃ ચાઇલ્‍ડ વેલફેર કમિટી અને નોનપ્રગવર્નમેન્‍ટલ સંગઠનોની મદદ લેવામાં આવશે, જેમાં મનોવૈજ્ઞાનિક કાઉન્‍સેલિંગ પણ સામેલ છે.

(3:51 PM IST)