<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

દેત્રોજના રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

ઉલટી અને ઉબકાની ફરિયાદો નોંધાઈ: તબિયત લથડતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે કડી સ્થિત હોસ્પિટલે ખસેડાયા

અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ખોરાકી ઝેરની ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી, જેમાં ઉલટી અને ઉબકાની ફરિયાદો નોંધાઈ હતી. તબિયત લથડતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને ખોરાકના નમૂનાઓની તપાસ પણ હાથ ધરાઈ છે.

(1:59 PM IST)