હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી આજે રાત સુધીમાં જાહેર થશે
પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો,સાંસદ,રાજ્યસભાના સભ્ય,રાજકોટના ચારેય ધારાસભ્યો,શહેર પ્રમુખ,મહામંત્રીઓ,સંગઠન પ્રભારીની હાજરીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક સંપન્ન:મોટાભાગના નામ ફાઇનલ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.9 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તા.11 છે દાવેદારો પણ ઉચાટ અનુભવી રહ્યા છે ત્યારે આજે સાંજ કે રાત સુધીમાં રાજકોટ મહાનગરના નામો ભાજપ જાહેર કરશે.
સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આજે રાજકોટ મહાનગરના ભાજપના ઉમેદવારોની યાદી ફાઈનલ કરવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી જેમાં રાજકોટના સાંસદ,રાજ્યસભાના સભ્ય,ચારે ધારાસભ્યો,શહેર ભાજપ પ્રમુખ,મહામંત્રીઓ,સંગઠન પ્રભારીની બેઠક મળી હતી જે બપોરે એક વાગ્યા આસપાસ પૂરી થઈ હતી.
માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ભાજપના મોટાભાગના ઉમેદવારોના નામ ઉપર મંજૂરીની મહોર લાગી ગઈ છે આ નામની યાદી મોડી સાંજે અથવા રાત સુધીમાં જાહેર થઈ જશે.
મહાનગરપાલિકા પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી ભાજપ બહાર પાડશે તેવુ જાણવા મળે છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
