હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસના અધ્યક્ષે ગુજરાતીઓના સ્વાભિમાન પર કરેલા પ્રહારનો જવાબ મતદાનમાં મળશે
ભાજપના પ્રદેશ પ્રવકતા ડો.અનિલ પટેલનો આક્રોશ

રાજકોટ, તા.૯: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદન પર આક્રોશ વ્યક્ત કરતા ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે ે કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કરોડો ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ' કહેવા એ માત્ર શબ્દો નથી, પરંતુ તે ૬.૫ કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર અને ગુજરાતની ગરિમા તેમજ અસ્મિતાનું ઘોર અપમાન છે.
ડો. અનિલભાઈ પટેલે કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોંગ્રેસને ગુજરાતીઓથી કોઈ વેર છે? શું તેમને ગુજરાતીઓની મહેનત, બુદ્ધિક્ષમતા અને દેશપ્રેમ દેખાતો નથી? ગુજરાતની પવિત્ર ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી, ડો. વિક્રમ સારાભાઈ અને કનૈયાલાલ મુનશી જેવા મહાન સપૂતો આપ્યા છે. આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતળત્વમાં ભારત વિશ્વ સ્તરે મજબૂત સ્થિતિમાં છે, ત્યારે કોંગ્રેસથી આ સહન થતું નથી. ‘જલ બિન મછલી' ની જેમ ૨૦૧૪થી સત્તા વિના તરફડતા કોંગ્રેસ અને તેમના યુવરાજને ઇતિહાસની કડવી યાદો સતાવે છે.
ડો. પટેલે કહ્યું કે, સરદારના સ્ટેચ્યુનો વિરોધ કોણ કરતું હતું? વાઈબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં વ્યવસાય શરૂ કરનાર ઉદ્યમીઓને નોટિસો કોણે મોકલી હતી? નર્મદા યોજનામાં અવરોધો કોણે નાખ્યા અને ખેડૂતોની સબસિડીમાં કાપ કોણે મૂકયો? ગુજરાત આજે જે શાંતિ, સલામતી અને સમળદ્ધિનો પર્યાય છે, તે કરોડો ગુજરાતીઓના પરિશ્રમનું ફળ છે, પરંતુ કોંગ્રેસને આ સફળતા ખટકે છે. રાજનીતિનું સ્તર આ હદે ઉતારી દેવું એ શાહી પરિવારની કોંગ્રેસની બૌદ્ધિક નાદારી બતાવે છે. કદાચ રાજ્યસભાના રિન્યુઅલ માટે ખડગેજી યુવરાજને ખુશ કરી રહ્યા છે.
અંતમાં તેમણે જણાવ્યું કે, દેશના GDPમાં ૮% ફાળો આપતું અને ફાર્મા, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીમાં અગ્રેસર ગુજરાત કયારેય મૂર્ખ ન હોઈ શકે. ૩૦-૩૦ વર્ષથી જનતાએ સૂઝબુઝ પૂર્વક કોંગ્રેસના ‘કાળા પંજા' ને તિજોરી સુધી પહોંચવા દીધો નથી, ગુજરાતના કોઠાસૂઝવાળા નાગરિકો સમય આવ્યે EVM માં શાંતિપૂર્ણ રીતે જડબાતોડ જવાબ આપીને કોંગ્રેસના અહંકારને ચોક્કસપણે ચૂર-ચૂર કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
