હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપ દ્વારા વાવ-થરાદ બેલ્ટ માટે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની મહત્વની જાહેરાત : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય : જુઓ વિગતવાર યાદી
વાવ, થરાદ, ભાભર, દિયોદર, સુઈગામ અને લાખણી સહિતના વિસ્તારો માટે પક્ષે પોતાના પત્તા ખોલ્યા : મહિલા અનામત બેઠકો પર મહિલા શક્તિને પ્રાધાન્ય અને વિવિધ જ્ઞાતિ સમીકરણોને સાધવાનો પ્રયાસ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વાવ-થરાદ પંથકની જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં ગહન ચર્ચા-વિચારણાના અંતે આ નામો પર મહોર મારવામાં આવી છે. આ યાદીમાં પક્ષે વફાદાર કાર્યકરોની સાથે સામાજિક સમીકરણોનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.
વાવ-થરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી:
વાવ-થરાદ જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં આગથળા બેઠક પર શ્રીમતી શોભાબેન સવજીભાઇ વાઘેલા, બરવાળા માટે શ્રીમતી શારદાબેન રઘુરમજી રાઠોડ, ભોરડુમાં શ્રીમતી પુંજીબેન ધરમશીભાઇ પટેલ, અને દૈયપ બેઠક પર રાહુલભાઇ અમરાભાઇ વેણને ટિકિટ અપાઈ છે. અન્ય ઉમેદવારોમાં શ્રીમતી ગોમતીબેન ઇશ્વરભાઇ ચૌધરી (દેથળી), અમરતભાઇ શિવરામભાઇ પટેલ (ઢીમા), ભવાનજી બાજુજી ચૌહાણ (દિયોદર), રમેશભાઇ ઉજાભાઇ પટેલ (ડુચકવાડા), શ્રીમતી મંજુલાબેન હેદુજી વાઘેલા (ડુવા), અને શ્રીમતી રેખાબેન ભરતભાઇ ચૌધરી (ઘાસા) નો સમાવેશ થાય છે.
તેવી જ રીતે, જેતડા બેઠક પર શ્રીમતી શારદાબેન મફાભાઇ ઠાકોર, લાખણીમાં શ્રીમતી તેજીબેન પુનમજી ભીલ, મોરથલમાં મુકેશકુમાર મદનલાલ પટેલ અને વાવ બેઠક પર કલાભાઈ હરજીભાઈ મકવાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યાદી મુજબ શ્રીમતી ભાવનાબેન પરબતભાઇ રબારી (મોટા કાપરા), જગશીભાઇ લક્ષ્મણભાઇ પટેલ (નારોલી) અને જગદીશભાઇ ભીખાભાઈ ચૌધરી (રૈયા) પણ ચૂંટણી લડશે.
તાલુકા પંચાયતવાર વિગતો:
થરાદ તાલુકા પંચાયત: આસોદર બેઠક પર શ્રીમતી ગીતાબેન લાલજીભાઈ અકોલીયા, ચારડામાં શ્રીમતી જગલબેન ખુમાભાઈ રબારી અને ઇઢાટા બેઠક પર અમરાભાઈ સવજીભાઈ પટેલના નામ જાહેર કરાયા છે. આ ઉપરાંત ખોડા બેઠક પર શ્રીમતી ગંગાબેન સગાથાભાઇ શ્રાવક અને ઝેટામાં ભૂરાભાઈ રવાજી ઠાકોર ચૂંટણી લડશે.
વાવ તાલુકા પંચાયત: અહીં અસારાગામ બેઠક પર શ્રીમતી રબારી સજુબેન રૂપસીભાઇ અને દેથળી બેઠક પર જાણીતા અગ્રણી ડૉ. શંકરભાઈ દેવરામભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. વાવ-૧, ૨ અને ૩ બેઠકો પર અનુક્રમે મૂળજીભાઈ રતનસીભાઈ ગામોટ, ભુરાજી પથુજી વેંકીયા અને ગોવિંદભાઈ કેશરાભાઈ મકવાણા ઉમેદવાર રહેશે.
ભાભર તાલુકા પંચાયત: ભાભરમાં શ્રીમતી કમળાબેન તલાજી ઠાકોર (અબાસણા), શ્રીમતી ભાણીબેન મહાદેવભાઈ ચૌધરી (બરવાળા) અને ભૂપેન્દ્રસિંહ કરસનસિંહ રાઠોડ (તનવાડ) સહિતના ઉમેદવારોની પસંદગી કરાઈ છે.
દિયોદર તાલુકા પંચાયત: દિયોદર-૧ માં શ્રીમતી ચંદાબેન કિશોરભાઈ પરમાર અને દિયોદર-૨ માં શ્રીમતી દેસાઈ ચેતનાબેન સોમાભાઈ ચૂંટણી લડશે. ડૉ. કનુજી મગનજી ઠાકોરને કોતરવાડા બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે.
સુઈગામ તાલુકા પંચાયત: ભરડવા બેઠક પર પુજાભાઈ વજાભાઈ હડીયાલ અને સોનેથ બેઠક પર સુરસીંગભાઈ મશાભાઈ ઠાકોરના નામ નક્કી કરાયા છે.
લાખણી અને રાહ તાલુકા પંચાયત: લાખણીમાં નાનજીભાઈ તેજાભાઈ પટેલ અને રાહ બેઠક પર દલપતસિંહ ભરમજી વાઘેલા પક્ષના ઉમેદવાર રહેશે.
ધરણીધર તાલુકા પંચાયત: ભાખરી બેઠક પર શ્રીમતી ધરમીબેન પાંચાભાઈ રબારી અને માવસરી બેઠક પર શ્રીમતી કનુબેન રાસેનગભાઈ પટેલની પસંદગી થઈ છે.
આ યાદી પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરવામાં આવી છે. પક્ષના આ નિર્ણય બાદ હવે વાવ-થરાદ પંથકમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તમામ ઉમેદવારોને પક્ષની વિચારધારા સાથે લોકોની વચ્ચે જઈને વિજય મેળવવા સૂચના આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
