હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ૩૪ નિરીક્ષકોની નિમણૂક : રાજ્યના ૨૭ જિલ્લાઓમાં નિષ્પક્ષ અને ન્યાયી મતદાન યોજવા સનદી અધિકારીઓને સોંપાઈ મહત્વની જવાબદારી : જુઓ વિગતવાર યાદી
ગાંધીનગર સચિવાલય ખાતે ૧૦મી એપ્રિલે તમામ નિરીક્ષકોની બ્રીફિંગ બેઠક યોજાશે : અવંતીકા સિંઘ ઔલખને અમદાવાદ, વિનોદ રાવને સુરત અને આલોક કુમાર પાંડેને રાજકોટના નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા

ગાંધીનગર:રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે મહત્વનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે હેતુથી આયોગ દ્વારા ભારતના સંવિધાનની કલમો અને પંચાયત તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી વિવિધ ઉચ્ચ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ તમામ નિરીક્ષકોએ આદર્શ આચાર સંહિતાનું પાલન, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા તેમજ ઈવીએમ તાલીમ જેવી મહત્વની કામગીરી પર દેખરેખ રાખવાની રહેશે.
નિરીક્ષકોની યાદી અને સોંપાયેલ જિલ્લાઓની વિગત:
આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ વિવિધ અધિકારીઓને નીચે મુજબની જવાબદારી સોંપવામાં આવી છે:
* અમદાવાદ: શ્રીમતી અવંતીકા સિંઘ ઔલખ (IAS), મેનેજીંગ ડાયરેક્ટર, GSPC. (અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને ધોળકા, વિરમગામ, બારેજા નગરપાલિકા).
* સુરત: વિનોદ રાવ (IAS), અગ્ર સચિવ, વન અને પર્યાવરણ વિભાગ. (સુરત મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને બારડોલી, કડોદરા, તરસાડી, માંડવી નગરપાલિકા).
* વડોદરા: લોચન સેહરા (IAS), સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ. (વડોદરા જિલ્લા/તાલુકા પંચાયતો અને ડભોઈ, પાદરા, સાવલી, વાઘોડીયા નગરપાલિકા).
* રાજકોટ: આલોક કુમાર પાંડે (IAS), કમિશનર ઓફ રિલિફ. (રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકા).
* ભાવનગર: આર્દ્રા અગ્રવાલ (IAS), સચિવ, સામાન્ય વહિવટ વિભાગ (પ્લાનીંગ). (ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને મહુવા, પાલીતાણા, વલ્લભીપુર નગરપાલિકા).
* બોટાદ: એ. કે. પ્રજાપતિ, મેનેજીંગ ડાયરેક્ટર, GRIMCO. (બોટાદ જિલ્લા/તાલુકા પંચાયતો અને બોટાદ, બરવાળા નગરપાલિકા).
* અરવલ્લી અને મહીસાગર: એ. કે. પ્રજાપતિને વધારામાં અરવલ્લી અને મહીસાગર જિલ્લાની પંચાયતો તેમજ મોડાસા, બાયડ અને લુણાવાડા નગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે.
* બનાસકાંઠા: આર. એન. પંડ્યા, જનરલ મેનેજર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ. (બનાસકાંઠા જિલ્લા/તાલુકા પંચાયતો અને પાલનપુર, ડીસા, ધાનેરા નગરપાલિકા).
* વાવ-થરાદ: આર. એન. પંડ્યાને વાવ-થરાદ પંચાયતો અને ભાભર, થરાદ નગરપાલિકાનું કાર્ય સોંપાયું છે.
* અમરેલી: આર. એસ. ઠુમ્મર, નાયબ નિયામક, લેન્ડ રેકર્ડ, ભાવનગર. (અમરેલી જિલ્લા/તાલુકા પંચાયતો અને અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર, બાબરા, ધારી નગરપાલિકા).
* ભરૂચ અને નર્મદા: વી. જી. રોર, નિયામક, NRGF. (ભરૂચ અને નર્મદા જિલ્લાની પંચાયતો તથા ભરૂચ, આમોદ, જંબુસર, અંકલેશ્વર અને રાજપીપળા નગરપાલિકા).
* મહેસાણા: શ્રીમતી એન. પી. પાટડિયા, નાયબ કમિશનર, ગ્રામ વિકાસ. (મહેસાણા મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને કડી, વિજાપુર, વિસનગર, ઉંઝા, બેચરાજી, વડનગર નગરપાલિકા).
* નવસારી: વી. સી. બાગુલ, જનરલ મેનેજર, ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન. (નવસારી મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને ગણદેવી નગરપાલિકા).
* વલસાડ: વી. સી. બાગુલને વધારામાં વાપી મ્યુનિ. કોર્પોરેશન, વલસાડ જિલ્લા પંચાયતો અને ઉમરગામ નગરપાલિકાની જવાબદારી અપાઈ છે.
* સુરેન્દ્રનગર: એ. એસ. મંડોત, નાયબ નિયામક, સ્પીપા, રાજકોટ. (સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને લીંમડી, ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા, થાનગઢ નગરપાલિકા).
* તાપી અને ડાંગ: એસ. એ. ડોડિયા, ખાસ ફરજ પરના અધિકારી, ગુજરાત હાઉસિંગ બોર્ડ. (તાપી અને ડાંગ જિલ્લા પંચાયતો અને વ્યારા નગરપાલિકા).
* જામનગર: આઈ. એસ. પ્રજાપતિ, નિયામક, GSDMA. (જામનગર મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને સિક્કા નગરપાલિકા).
* કચ્છ: એચ. એમ. સોલંકી, ખાસ ફરજ પરના અધિકારી, ટુરીઝમ કોર્પોરેશન. (કચ્છ જિલ્લા/તાલુકા પંચાયતો, ગાંધીધામ મ્યુનિ. કોર્પોરેશન અને અંજાર, માંડવી, ભુજ, મુન્દ્રા, નખત્રાણા નગરપાલિકા).
* મોરબી: જી. વી. મિયાણી, CEO, RUDA. (મોરબી મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને વાંકાનેર, માળિયા-મીયાણા, ટંકારા નગરપાલિકા).
* ખેડા: એ. યુ. મકવા, ખાસ ફરજ પરના અધિકારી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ. (નડીઆદ મ્યુનિ. કોર્પોરેશન, ખેડા જિલ્લા પંચાયતો અને કપડવંજ, કણજરી, ઠાસરા, કઠલાલ, મહેમદાવાદ, મહુધા નગરપાલિકા).
* આણંદ: એ. એ. ડોડિયા, નાયબ નિયામક, સ્પીપા, અમદાવાદ. (કરમસદ-આણંદ મ્યુનિ. કોર્પોરેશન, આણંદ જિલ્લા/તાલુકા પંચાયતો અને ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ, સોજીત્રા, તારાપુર નગરપાલિકા).
* છોટાઉદેપુર: ડી. વી. વિઠ્ઠલાણી, સંયુકત કમિશનર, SSPA. (છોટાઉદેપુર જિલ્લા પંચાયતો અને બોડેલી નગરપાલિકા).
* પંચમહાલ: એમ. સી. પંડયા, અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકા, વડોદરા. (પંચમહાલ જિલ્લા પંચાયતો અને ગોધરા, શહેરા નગરપાલિકા).
* સાબરકાંઠા: એસ. એચ. વર્મા, જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની. (સાબરકાંઠા જિલ્લા પંચાયતો અને હિંમતનગર, વડાલી, ઈડર, પ્રાંતિજ નગરપાલિકા).
* દાહોદ: એન. આર. પ્રજાપતિ, નાયબ કમિશનર, SSPA. (દાહોદ જિલ્લા પંચાયતો અને દાહોદ નગરપાલિકા).
* ગાંધીનગર: વી. આઈ. પ્રજાપતિ, અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકા, અમદાવાદ. (ગાંધીનગર જિલ્લા/તાલુકા પંચાયતો અને દહેગામ, કલોલ નગરપાલિકા).
* ગીર સોમનાથ: આર. આર. ગોહેલ, કંટ્રોલર, કાનુની માપ વિજ્ઞાન. (ગીર સોમનાથ જિલ્લા પંચાયતો અને વેરાવળ-પાટણ, ઉના, સુત્રાપાડા, તાલાલા નગરપાલિકા).
* દેવભૂમિ દ્વારકા: જે. સી. પંડ્યા, મિશન ડાયરેક્ટર, નેશનલ ન્યુટ્રિશન મિશન. (દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતો અને ખંભાળિયા, જામ રાવલ, સલાયા નગરપાલિકા).
* પાટણ: એન. એસ. ગુપ્તા, સંયુક્ત કમિશનર, PM પોષણ યોજના. (પાટણ જિલ્લા પંચાયતો અને પાટણ, સિધ્ધપુર, રાધનપુર નગરપાલિકા).
* જૂનાગઢ: ડી. વી. વાળા, નાયબ કમિશનર, ગ્રામ વિકાસ. (જૂનાગઢ જિલ્લા પંચાયતો અને કેશોદ, બાંટવા નગરપાલિકા).
* પોરબંદર: સી. ડી. રાઠવા, અધિક નિયામક (રોજગાર). (પોરબંદર મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા/તાલુકા પંચાયતો અને કુતિયાણા, રાણાવાવ નગરપાલિકા).
નિરીક્ષકોની મુખ્ય કામગીરી:
નિમણૂક પામેલા તમામ નિરીક્ષકોએ ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કાનું નિરીક્ષણ કરી આયોગને અહેવાલ આપવાનો રહેશે. તેઓ મતદાન મથક અને મતગણતરી સ્થળની મુલાકાત લેશે, ઉમેદવારોના ખર્ચ રજીસ્ટર તપાસશે અને ઈવીએમ મશીનો તેમજ મતપત્રોની ગુણવત્તાની ચકાસણી કરશે. વધુમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધશે. આ તમામ અધિકારીઓને ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ગાંધીનગર સચિવાલયના બ્લોક નં. ૯ ખાતે બેઠકમાં હાજર રહેવા સચિવ આર. જી. ગોહિલ દ્વારા સૂચના આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
