<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

પોરબંદરથી મુંબઈ વચ્ચે ચાલી રહેલી હવાઈ સેવા 18 એપ્રિલથી બંધ થવાની શક્યતા

અઠવાડિયામાં માત્ર બે દિવસ ચાલતી આ ફ્લાઈટ સેવા બંધ થાય તેવી ચર્ચાઓ જોર પકડી

પોરબંદરથી મુંબઈ વચ્ચે ચાલી રહેલી હવાઈ સેવા 18 એપ્રિલથી બંધ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેને લઈને સ્થાનિક સ્તરે ચિંતા વ્યાપી છે. અઠવાડિયામાં માત્ર બે દિવસ ચાલતી આ ફ્લાઈટ સેવા બંધ થાય તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. સૂત્રો મુજબ, 18 એપ્રિલ બાદની તમામ ટિકિટો સસ્પેન્ડ કરવામાં આવી છે, જેનાથી સેવા બંધ થવાની શક્યતા વધુ મજબૂત બની છે.પોરબંદર અને મુંબઈ વચ્ચેની હવાઈ કનેક્ટિવિટી બંધ થવાથી વેપાર, પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે.

(7:14 PM IST)