હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો : ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય : દાહોદ જિલ્લા પંચાયતની 48 બેઠકો સહિત દેવગઢબારીયા, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા અને ગરબાડા તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર

ગાંધીનગર:રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આજરોજ ગાંધીનગર સ્થિત કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા અને પરામર્શ બાદ દાહોદ જિલ્લા પંચાયત તેમજ તેની અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી:
જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારોમાં પક્ષે મહિલા પ્રતિનિધિત્વ અને સ્થાનિક સમીકરણો પર ખાસ ભાર મૂક્યો છે. જાહેર કરાયેલ યાદી મુજબ મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે:
આંબા બેઠક પરથી શ્રીમતી ચંપાબેન લાલુભાઇ ભાભોર, અભલોડથી શ્રીમતી મનિષાબેન રમેશભાઇ પલાસ, આગાવાડાથી શ્રીમતી કૈલાશબેન અર્જુનભાઇ પરમાર, બારાથી શ્રીમતી રાધાબેન ભુપેન્દ્રસિંહ ચૌહાણ અને બાવકાથી શ્રીમતી કાજલબેન નરેશભાઇ ડામોરને ટિકિટ આપવામાં આવી છે. ભોરવા બેઠક માટે શ્રીમતી નિર્મળાબેન ચેતનભાઇ પટેલ, ચૈડીયાથી મહેશભાઇ રતનસિંગભાઇ તડવી અને ચાકલીયાથી શ્રીમતી રાજુલાબેન કાળુભાઇ નિસરતા ચૂંટણી લડશે. આ ઉપરાંત, ચીલાકોટાથી શ્રીમતી રેખાબેન ખુમાનસિંહ નિનામા, ગરબાડાથી શ્રીમતી લિલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ અને કાળી ડુંગરીથી અમરસિંહ રાયસિંહ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. લીમડી બેઠક પરથી શ્રીમતી મનીષાબેન અનિલભાઇ ભુરીયા, પીપલોદથી શ્રીમતી સજ્જનબેન વિજયકુમાર કટારા અને ઝરીબુઝર્ગ બેઠક પરથી વિજયસિંહ ભારતસિંહ આમલીયાર મેદાનમાં ઉતરશે.
તાલુકા પંચાયત વાઈઝ જાહેર કરાયેલા નામો:
જિલ્લા પંચાયતની સાથે જ વિવિધ તાલુકા પંચાયતોના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે:
દેવગઢબારીયા તાલુકા પંચાયત: અહીં આમલી પાણી છોતરાથી શ્રીમતી શર્મિષ્ઠાબેન ઇશ્વરભાઇ રાઠવા, આંકલીથી મોહનભાઈ તેરાભાઇ નાયક, ડાંગરીયાથી કેશુભાઈ મગનભાઇ નાયક અને પીપલોદ-૧ થી શ્રીમતી ગીતાબેન ભોપતભાઇ પટેલના નામ જાહેર કરાયા છે.
ધાનપુર તાલુકા પંચાયત: આંબાકાય બેઠક પરથી કનુભાઇ સવલાભાઇ ભાભોર, અગાસવાણીથી શ્રીમતી લલિતાબેન પ્રકાશભાઇ મિનામા અને ધાનપુર (ટો) બેઠક પરથી જીતેન્દ્રકુમાર કલ્યાણસિંહ ભાલીયા ઉમેદવારી નોંધાવશે.
ફતેપુરા તાલુકા પંચાયત: ફતેપુરા બેઠક માટે ડો. અશ્વિનકુમાર શામજીભાઇ પારગી, છાલોરથી શ્રીમતી સવિતાબેન નાથુભાઇ પારગી અને વટલી બેઠક પરથી રાકેશકુમાર અભેસિંહભાઇ મછારના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે.
ઝાલોદ તાલુકા પંચાયત: બંબેલા બેઠકથી શ્રીમતી વલમાબેન સોમલાભાઈ કટારા, ચિત્રોડીયાથી સુરેશભાઇ ખિમાભાઇ કટારા અને વેલપુરા બેઠક પરથી શ્રીમતી શિતલબેન દિલીપભાઇ વસૈયા ચૂંટણી જંગમાં જોડાશે.
લીમખેડા તાલુકા પંચાયત: લીમખેડા બેઠકથી શ્રીમતી માયાબેન યોગેશભાઇ શાહ, દાંતીયાથી શ્રીમતી ચંદ્રિકાબેન મુકંદભાઇ માવી અને વિસલંગાથી રમેશભાઈ ગમિરભાઈ મિનામાના નામની જાહેરાત કરાઈ છે.
ગરબાડા તાલુકા પંચાયત: અહીં આંબલી બેઠક પરથી શરદકુમાર અમરસિંહ પલાસ, ગરબાડા-૧ થી શ્રીમતી ચેતનાબેન ધર્મેશકુમાર ભાભોર અને ઝરીબુઝર્ગ-૨ થી પરેશકુમાર લીંબાભાઇ ગણાવા ઉમેદવાર રહેશે.
આ યાદીની જાહેરાત સાથે જ દાહોદ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
