હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં અંગદઝાડતી ગરમીના એંધાણ : પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે
શનિવારથી જ તાપમાનમાં થશે જબરો વધારો થઈને ક્રમશ ઊંચકાતું રહેશે

ગુજરાતમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. હવામાન બાબતોના જાણકાર અંબાલાલ પટેલે ગરમીને લઈને અકળાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આટલી બધી લોકો માટે મુશ્કેલીજનક સાબિત થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી 11થી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો પારો 41-42 ડિગ્રીને પાર થઈ જશે. જો કે અંબાલાલ પટેલના મત અનુસાર 14થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 40°Cને પાર કરી શકે છે.
ગુજરાત રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા અને આણંદમાં તાપમાન 42થી 46 ડિગ્રી વચ્ચે પહોંચી શકે છે. આટલી બધી ગરમીને કારણે લોકોમાં હીટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશન જેવા આરોગ્ય સંબંધી પ્રશ્નો ઊભા થવાની સંભાવના રહેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
