હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
ઉમરેઠ પેટા ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા ચિત્ર સ્પષ્ટ: 6 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે
ભાજપ તરફથી હર્ષદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ મુખ્ય દાવેદાર

આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા આજે પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી અધિકારી દ્વારા ચકાસણીના અંતે હવે મેદાનમાં કુલ 6 ઉમેદવારો બાકી રહ્યા છે, જેઓની વચ્ચે આગામી 23 એપ્રિલના રોજ ચૂંટણી જંગ જામશે. ભાજપ તરફથી હર્ષદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તમામ માન્ય ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ હવે વિસ્તારમાં પ્રચાર પ્રસારના ગરમાવો વધશે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
