હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
ખેડા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું : કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા સહિત 200 હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળના ભાજપના પાયાના કાર્યકરો અને સંગઠનના આગેવાનોમાં ભારે રોષ જોવા મળતા તેઓ કોંગ્રેસમાં ભળી ગયા

ખેડા જિલ્લા ભાજપમાં ચૂંટણી પહેલા જ મોટું ભંગાણ સર્જાયું છે. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા સહિત સંગઠનના અંદાજે 200 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ સામુહિક રીતે કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ખાસ કરીને પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળના ભાજપના પાયાના કાર્યકરો અને સંગઠનના આગેવાનોમાં ભારે રોષ જોવા મળતા તેઓ કોંગ્રેસમાં ભળી ગયા છે. સ્થાનિક સ્તરે ભાજપમાં પડેલા આ ભંગાણને કારણે આગામી સમયમાં રાજકીય સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
