<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ચલકચલાણુ :વડોદરાના રાયકા ગામના કિરણસિંહ કોંગ્રેસમાં જોડાયાના એના બે કલાકમાં જ ફરી ભાજપમાં જોડાઈ ગયા

રાયકા ગામમાં તો આ રેકોર્ડ જ હશે ! પરંતુ 24 કલાકના પક્ષપલ્ટાના કારણે લોકોને હવે ભાતભાતના સવાલ ઉઠ્યા

વડોદરા :સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેવા કેવા રંગ દેખાડી રહી છે. થોડા સમય પહેલા સમાચાર હતા કે ભાવનગરના સેજલબેન ગોહિલ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા એના બે કલાકમાં જ ફરી ભાજપમાં જોડાઈ ગયા. આ ચલકચલાણુએ સૌને હેરાન કરી દીધા હતા. હવે એક બીજો રેકોર્ડ સામે આવ્યો છે

   .  આ કીર્તિમાન વડોદરાના રાયકા ગામનો છે. જ્યાં કિરણસિંહ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા. જોડાયા એનો વાંધો નથી પણ શું ય મોહભંગ થયો હશે કે ચોવીસ કલાકની અંદર અંદર ફરી ભાજપમાં પ્રવેશ કરી લીધો. રાયકા ગામમાં તો આ રેકોર્ડ જ હશે ! પરંતુ 24 કલાકના પક્ષપલ્ટાના કારણે લોકોને હવે ભાતભાતના સવાલ થઈ રહ્યા છે 

(10:38 PM IST)