હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિરમગામમાં ભાજપ સમર્થિત પૂર્વ સદસ્ય રણજીતસિંહ ડોડીયા પર જીવલેણ હુમલો: લોખંડની પાઈપોથી કારના કાચ તોડ્યા
વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-9 ના ભાજપ સમર્થિત પૂર્વ સદસ્ય રણજીતસિંહ ડોડીયા પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા હાથ, ખભા અને પેટના ભાગે ગંભીર ઇજા

વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-9 ના ભાજપ સમર્થિત પૂર્વ સદસ્ય રણજીતસિંહ ડોડીયા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ હુમલો વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા કોકતા ફાટક પાસેની એક હોટલ નજીક કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રણજીતસિંહ ડોડીયાને જૂની અદાવત અને આગામી ચૂંટણીના સંદર્ભમાં સમાધાન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે. બે કારમાં સવાર થઈને આવેલા બેથી વધુ અજાણ્યા શખ્સોએ રણજીતસિંહની કારને આંતરી હતી અને લાકડી તેમજ લોખંડની પાઈપો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને રણજીતસિંહને નિશાન બનાવી ગંભીર માર માર્યો હતો.
આ હુમલામાં રણજીતસિંહ ડોડીયાને હાથ, ખભા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ ખાતે તેમના સમર્થકો અને ભાજપના સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિરમગામ ટાઉન પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
