હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાહોદ નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાતા ભડકો: આયાતી નેતાઓને ટિકિટ મળતા પૂર્વ કાઉન્સિલરોના રાજીનામ
પક્ષના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોને અવગણીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવતા અનેક વરિષ્ઠ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો

દાહોદ :સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા દાહોદ નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ પક્ષમાં ભડકો થયો છે. પક્ષના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોને અવગણીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવતા અનેક વરિષ્ઠ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેના પરિણામે યાદી જાહેર થતાની સાથે જ રાજીનામાનો દૌર શરૂ થયો છે.
વોર્ડ નંબર ૧ ના પૂર્વ કાઉન્સિલર લખન રાજગોરે પક્ષની યાદીથી નારાજ થઈને ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પક્ષમાં આંતરિક લોકશાહીના અભાવ અને વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારાઓને ટિકિટ ન મળતા આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. જોકે, રાજીનામાના પત્રમાં તેમણે 'વ્યક્તિગત અને વ્યવસાયિક કારણો' દર્શાવ્યા છે.
લખન રાજગોરની સાથે જ અન્ય એક પૂર્વ કાઉન્સિલર માસુમા ગરબાડાવાળાએ પણ ભાજપને રામ-રામ કહી દીધા છે. તેમણે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા ભાજપના સ્થાપિત સમીકરણોમાં મુશ્કેલી ઉભી થઈ છે. કાર્યકરોમાં મુખ્ય અસંતોષ એ બાબતનો છે કે પક્ષે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી કેસરિયો ધારણ કરનારા નેતાઓને ટિકિટ આપી દીધી છે, જ્યારે વફાદાર કાર્યકરોની અવગણના કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
