તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
મહુવા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં મધ્યરાત્રિએ ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયોઃ લોકો ઘરની બહાર દોડી આવ્યા

(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા.૧૦: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની સત્તાવાર માહિતી અનુસાર, ૧૦ એપ્રિલના રોજ મધ્યરાત્રિએ ૨ વાગ્યા ને ૨૪ મિનિટે ભાવનગર જિલ્લાના મહુવા પંથકને કેન્દ્રબિંદુ બનાવીને ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.મળતા પ્રાથમિક અહેવાલો મુજબ, આ ભૂકંપની અસર પડોશી અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પંથકમાં પણ વ્યાપકપણે અનુભવાઈ હતી.
મધ્યરાત્રિનો સમય હોવાથી મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં હતા, પરંતુ અચાનક ધરતી ધ્રૂજતા લોકો ગભરાઈને સફાળા જાગી ગયા હતા અને પોતાના ઘરોની બહાર ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. આસપાસના વિસ્તારોમાં લોકોએ ભૂકંપનો સ્પષ્ટ આંચકો અનુભવ્યો હોવાની પુષ્ટિ કરી છે.સત્તાવાર રીતે આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ નોંધાઈ છે અને તેનું કેન્દ્રબિંદુ મહુવા પંથકની આસપાસ નોંધાયું છે. રાત્રિના સમયે આવેલા આ આંચકાને કારણે લોકોમાં લાંબા સમય સુધી ગભરાહટ જોવા મળી હતી. હાલ સુધી કોઈ પણ વિસ્તારમાંથી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
