News of Friday, 10th April 2026
ભાજપે વલસાડ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે તેના મહારથીઓના નામ જાહેર કરી દેતા રાજકીય ગરમાવો : ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવતી ભાજપ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વલસાડ જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી

ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લા માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ગાંધીનગર સ્થિત 'કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી મહત્વની બેઠક બાદ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં વલસાડ જિલ્લા પંચાયતની ૩૬ સીટો, વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર અને નાના પોંઢા તાલુકા પંચાયતો તેમજ ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
વલસાડ જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી:
જિલ્લા પંચાયત માટે જાહેર કરાયેલા નામોમાં પ્રતાપભાઈ ખુશાલભાઈ પટેલ (આબાંતલાટ), સીતારામભાઈ માહદુભાઈ ચૌધરી (આસલોણા), મિતેશભાઇ અમ્રતલાલ પટેલ (અંભેટી), શ્રીમતી હેમલતાબેન અશોકભાઈ પટેલ (અટગામ), શ્રીમતી અનિતાબેન હરેશભાઈ જોગારે (આવધા), પ્રતિક રમેશભાઈ પટેલ (બામટી), મનિષભાઇ ખંડુભાઈ પટેલ (ચણવઇ), શૈલેશભાઈ નાનુભાઈ પટેલ (ડહેલી), શ્રીમતી પ્રિતીબેન અસીતભાઈ દેસાઈ (ડુંગરી), રામદાસ સોમાભાઈ વરઠા (માણસા), મણીલાલ દલુભાઈ ગાવિત (હનમતમાળ), મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ (કકવાડી), શ્રીમતી દક્ષાબેન ચેંદરભાઈ ગાયકવાડ (કપરાડા), શ્રીમતી ભાવીનીબેન દિનેશભાઈ માછી (ખતલવાડા), શ્રીમતી હેતલબેન જીતેશભાઇ પટેલ (કોસંબા), શ્રીમતી નિર્મલાબેન કેશવભાઇ જાદવ (માકડબન), શ્રીમતી તૃપ્તીબેન દિનેશભાઈ ધનારીયા (માંડવા), નવીનભાઈ છોટુભાઇ હળપતિ (મરોલી), ભગવાનભાઈ સોમાભાઈ બાંતરી (મેઘવાળ), અને શ્રીમતી રેશ્માબેન યોગેશભાઈ પટેલ (મોહનગામ) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, અરવિંદભાઈ શંકરભાઈ પટેલ (મોટાપોંઢા), પાર્થ પ્રભાતભાઈ પટેલ (નનકવાડા), શ્રીમતી દક્ષાબેન રમતુભાઈ ચૌધરી (નાનાપોંઢા), સ્નેહલકુમાર દિલીપભાઈ પટેલ (પારડીસાંઢપોર), શ્રીમતી અદિતીબહેન અંકિતભાઈ પટેલ (પરીયા), જય મુકુંદભાઈ ત્રિવેદી (પારનેરા), નરેશકુમાર ધીરજલાલ પરમાર (સંજાણ), શ્રીમતી વિનીતાબેન પંકજભાઈ રાય (સરીગામ), શ્રીમતી હીરાબેન પ્રભુભાઈ માહલા (સીલ્વા), શ્રીમતી વંદનાબેન પ્રવિણભાઈ માહ્યાવંશી (સોળસુંબા), નરેશભાઈ નવિનભાઈ પટેલ (સુખેશ), શ્રીમતી ઊર્મિલાબેન ગણેશભાઈ બિરારી (તીસ્કરીતલાટ), શ્રીમતી સોનલબેન રવિન્દ્રભાઈ પટેલ (ટુકવાડા), પ્રજ્ઞેશભાઈ બળવંતરાય પટેલ (ઉમરસાડી), શ્રીમતી રેણુકાબેન દિપકભાઇ ઉદાર (વડોલી), અને શ્રીમતી જીજ્ઞાબેન ભુપેન્દ્રભાઈ પટેલ (વાંકલ) ને ટિકિટ આપવામાં આવી છે.
વિવિધ તાલુકા પંચાયતોના મેદાનમાં ઉતરેલા દાવેદારો:
વલસાડ તાલુકા પંચાયત માટે રાજેન્દ્રભાઈ મંગુભાઈ પટેલ (અટગામ), શ્રીમતી કિન્નરીબેન નરેશભાઈ પટેલ (અતુલ), શ્રીમતી હસુમતીબેન બળદેવભાઈ ટંડેલ (ભદેલી જગાલાલા), શિવાંગી ધર્મેશકુમાર પટેલ (ભાગડાવડા) સહિતના નામો જાહેર કરાયા છે. પારડી તાલુકા માટે શ્રીમતી તેજસ્વિનીબેન વિમલભાઈ આહીર (અંબાચ) અને હિતેન્દ્રભાઈ છીબુભાઈ ટંડેલ (ઉમરસાડી-૧) જેવા ઉમેદવારો પસંદ કરાયા છે. ઉમરગામ તાલુકા પંચાયતમાં શ્રીમતી શોભનાબેન કમલેશભાઈ પટેલ (અંકલાસ) થી લઈને શ્રીમતી ભાવનાબેન વાનુભાઇ કડુ (ઝરોલી) સુધીના ૩૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
કપરાડા તાલુકા પંચાયત માટે કાકડભાઈ શુક્કરભાઇ ગાંવિત (આંબાજંગલ), કાશુભાઈ લક્ષુભાઈ ભસરા (વિરક્ષેત્ર) સહિત ૨૨ નામોની જાહેરાત કરવામાં આવી છે. ધરમપુર તાલુકા પંચાયત માટે શ્રીમતી ગીતાબેન દત્તુબાઈ પટેલ (આંબાતલાટ), શ્રીમતી શંકુતલાબેન સતિષભાઈ ચૌધરી (Gsdl) સહિત ૨૪ ઉમેદવારો મેદાનમાં છે. નાના પોંઢા તાલુકા પંચાયત માટે બિપીનભાઈ ચંપકભાઈ પટેલ (અંભેટી) અને મુકેશભાઈ જીવણભાઈ પટેલ (નાનાપોંઢા) સહિત ૨૦ ઉમેદવારો જાહેર થયા છે.
ઉમરગામ નગરપાલિકાના વોર્ડ વાઈઝ ઉમેદવારો:
નગરપાલિકા માટે વોર્ડ નં. ૧ માં વિદિશા સુભાષભાઈ માછી, શ્રીમતી જયશ્રી અજયભાઈ માછી, જયદીપભાઈ દિલીપભાઈ અક્રેકર અને સુશીલ રમણભાઈ ભરતીયાના નામ જાહેર કરાયા છે. વોર્ડ નં. ૨ માં શ્રીમતી રેશમાબેન પ્રશાંતભાઈ માછી, શ્રીમતી ગાયત્રી મંતોષભાઈ વસાવાલા, ગૌરવ ચંપકલાલ કોન્ટ્રાકટર અને જીજ્ઞેશ નરેન્દ્રભાઈ માછીનો સમાવેશ થાય છે. વોર્ડ નં. ૩ માં કુવી પાર્થ ભંડારી, શ્રીમતી નયનાબેન સુરેશભાઇ દુબળા, રોકીભાઈ ભગવાનભાઈ માછી અને હિતેશ હરિહર યાદવની પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નં. ૪ માં શ્રીમતી ખુશ્બુ શૈલેષભાઇ જાદવ, શ્રીમતી વૈભવીબેન કિશારભાઈ માહ્યાવંશી, યજ્ઞેશ શૈલેષભાઈ પટેલ અને મીત અરવિંદભાઈ વાઘેલા ચૂંટણી લડશે. જ્યારે વોર્ડ નં. ૫ માં શ્રીમતી કાવેરીબેન બંકીશભાઇ દુબળા, શ્રીમતી ચંદનબેન રીતેશભાઈ કામળી, યોગેશભાઈ રતિલાલ દાડેકર અને રીતેશભાઈ નાનુભાઈ બારીના નામો જાહેર કરવામાં આવ્યા છે.
વિગતવાર લિસ્ટ જોવા માટે આ સાથે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો...
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
