<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે કમર કસી : તમામ ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણી જંગનું રણશિંગુ ફૂંક્યું : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી ચૂંટણી સમિતિની બેઠકમાં સઘન ચર્ચાના અંતે ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવામાં આવી : મુસ્લિમ ચહેરા સહિત વિવિધ જ્ઞાતિ સમીકરણોને સાધવાનો કરાયો પ્રયાસ

 ગાંધીનગર:  રાજ્યમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાપી મહાનગરપાલિકા માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજે તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા અને વિચારણાના અંતે વાપી મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના કુલ ૫૨ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં અનુભવી અને નવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. પક્ષ દ્વારા મહિલા અનામત અને જ્ઞાતિગત સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

 વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોના નામ નીચે મુજબ છે:

 

 વોર્ડ નંબર - ૧:

ભૂમિકાબેન સંતોષભાઇ પટેલ, ઉન્નતિ રિકેનભાઇ પટેલ, મયુરકુમાર પ્રવિણભાઇ પટેલ અને સંદિપભાઇ અમૃતભાઇ પટેલ.

 

 વોર્ડ નંબર - ૨:

અંજનાબેન સંજયભાઇ પટેલ, ઉષા વિજયભાઇ ઢોલરિયા, યોગેશભાઇ રામુભાઇ પટેલ અને કૌશિક પ્રહ્લાદભાઇ પટેલ.

 

 વોર્ડ નંબર - ૩:

સુનિતા ઉમેશભાઈ તિવારી, દક્ષાબેન જગદીશભાઇ પટેલ, વિજયભાઇ છોટુભાઇ પટેલ અને સમસુદ્દીન નુરૂદ્દીન ચૌધરી.

 

 વોર્ડ નંબર - ૪:

દક્ષાબેન રાજેશભાઇ પટેલ, ચાર્મીબેન તેજસભાઇ વસી, દેવેન્દ્ર લલ્લુભાઇ પટેલ અને દર્પણ વિનોદરાય દેસાઇ.

 

 વોર્ડ નંબર - ૫:

કવિતા સંજય દુધૈયા, દેવલ દિપકભાઇ દેસાઇ, સની ગોવિંદભાઇ પટેલ અને સતીષ ગંગારામ પટેલ.

 

 વોર્ડ નંબર - ૬:

મીત્તલબેન મનોજભાઈ નંદાણીયા, તસ્લીમ સુલ્તાન બાબુલ, ભવલેશ જીવરાજભાઇ કોટડીયા અને ધરમેસ વસ્તાભાઇ પટેલ.

 

 વોર્ડ નંબર - ૭:

ખુશ્બુબેન નિલેશભાઇ નાયકા, મનીશાબેન દિનેશભાઇ દાયમા, ધરમકુમાર કાન્તીલાલ પટેલ અને જયેશભાઇ અશ્વિનભાઇ કંસારા.

 

 વોર્ડ નંબર - ૮:

પ્રિયંકા ચેતનભાઇ કહાર, નેહલ મનિષ નાયક, રણજીતભાઇ રમણભાઇ પટેલ અને બિમલકુમાર પ્રવિણચંદ્ર શાહ.

 

 વોર્ડ નંબર - ૯:

ટીનાબેન ભુપેન્દ્રભાઇ હળપતિ, મીતલબેન કુંજલ શાહ, વિપુલચંદ્ર લાલુભાઇ પટેલ અને મિતેષ નવનીતલાલ દેસાઇ.

 

 વોર્ડ નંબર - ૧૦:

મનીષા ગિરીશભાઇ પટેલ, સોનલકુમારી સતિષભાઇ પટેલ, રાજેન્દ્ર પરસોત્તમ પટેલ અને વિનોદ હરીશચંદ્ર યાદવ.

 

 વોર્ડ નંબર - ૧૧:

જેતલ મંગેશ પટેલ, પુનમબેન દિનેશ પટેલ, હેમંત અંબેલાલ પટેલ અને દિવ્યેશકુમાર રણજીતભાઇ પટેલ.

 

 વોર્ડ નંબર - ૧૨:

નીતાબેન હંસરાજભાઇ ખાનીયા, શીલ્પાબેન રાજેશભાઇ દેસાઇ, મુકેશભાઇ અમ્રતલાલ પટેલ અને દીનેશભાઇ શીવાજી ગુંન્ડ.

 

 વોર્ડ નંબર - ૧૩:

ઇલાબેન પંકજભાઇ પટેલ, દર્શનાબેન ભાવેશ હળપતિ, મહેશભાઇ સુક્કરભાઇ પટેલ અને નિલેષભાઇ ભીખુભાઇ રાઠોડ.

(4:17 PM IST)