હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th April 2026
અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીના મોત મામલે મોટો ખુલાસો :ઘરમાંથી મળેલ ડાયરીમાં પત્નીની પુત્રપ્રાપ્તિ અંગેની ઈચ્છાનો ઉલ્લેખ
પોલીસએ વધુ તપાસ માટે પતિ અને પત્નીના કોલ ડીટેઇલ રેકોર્ડ (CDR) પણ મંગાવ્યા

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોતના મામલે પોલીસ તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે. પ્રાથમિક આશંકા મુજબ પુત્રપ્રાપ્તિની ઈચ્છા કારણે બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)નો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. અત્યાર સુધીની તપાસમાં પોલીસએ કુલ 25 લોકોના નિવેદન નોંધ્યા છે. ઘરમાંથી મળેલી એક ડાયરીમાં પત્નીની પુત્રપ્રાપ્તિ અંગેની ઈચ્છાનો ઉલ્લેખ મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં માતાએ પુત્ર માટે માનતા રાખી હોવાનું લખાણ હોવાનું કહેવાય છે. ઉપરાંત, પોલીસએ વધુ તપાસ માટે પતિ અને પત્નીના કોલ ડીટેઇલ રેકોર્ડ (CDR) પણ મંગાવ્યા છે જેથી સમગ્ર ઘટનાની કડી જોડાઈ શકે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
