તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
આણંદ જિલ્લામાં ભાજપ દ્વારા પંચાયત ચૂંટણીના ઉમેદવારોના નામોની ગંજાવર જાહેરાત : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરાયા : જુઓ સંપૂર્ણ લિસ્ટ
જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો અને વિવિધ તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ જાહેર થતા રાજકીય ગરમાવો : પક્ષ દ્વારા તમામ બેઠકો પર જીત મેળવવા માટે મજબૂત દાવેદારો મેદાનમાં ઉતારવામાં આવ્યા

આણંદ:ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આજે આણંદ જિલ્લાની પંચાયત ચૂંટણીઓ માટેના ઉમેદવારોના નામોની વિસ્તૃત યાદી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ‘શ્રી કમલમ્’ ખાતે ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ આ નામો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ યાદીમાં જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો ઉપરાંત આણંદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, સોજીત્રા, પેટલાદ અને બોરસદ તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લા પંચાયતની ૪૦ સીટના જાહેર થયેલા ઉમેદવારો:
૧. અલારસા: અશોકકુમાર જશવંતસિંહ મહીડા, ૨. આસોદર: દિનેશભાઈ રણછોડભાઈ પઢીયાર, ૩. બામણગામ: શ્રીમતી જ્યોત્સનાબેન નગીનભાઈ સોલંકી, ૪. બાંધણી: સુરેશભાઈ રમેશભાઈ સોલંકી, ૫. ભાદરણ: શ્રીમતી ભાર્ગવીબેન નિલેશભાઈ પટેલ, ૬. ભાલેજ: કેતનકુમાર પરસોત્તમભાઇ પટેલ, ૭. બોચાસણ: શ્રીમતી નયનાબેન શાંતિભાઈ ઠાકોર, ૮. ચિખોદરા: શ્રીમતી સપનાબેન યોગેશકુમાર પરમાર, ૯. ડભોઉ: શ્રીમતી કિંજલબેન ધર્મેન્દ્રકુમાર રાઠોડ, ૧૦. દહેવાણ: શ્રીમતી શાંતાબેન જયેન્દ્રસિંહ પરમાર, ૧૧. દાવોલ: રોનકભાઈ પ્રકાશભાઈ ગોહેલ, ૧૨. ધર્મજ: જગદીશભાઈ જયંતિભાઈ વણકર, ૧૩. ગોલાણા: શ્રીમતી વજુબેન વિક્રમભાઈ ગોહેલ, ૧૪. હાડગુડ: દેવેન્દ્રભાઈ કાશીભાઇ વસાવા, ૧૫. જંત્રાલ: શ્રીમતી સરોજબેન વિનુભાઈ પરમાર, ૧૬. કહાનવાડી: શ્રીમતી વિનાબેન દિનેશભાઈ પઢીયાર, ૧૭. કલમસર: જીલુભા પરબતસિંહ સીધાં, ૧૮. કંકાપુર: મેહુલકુમાર કનુભાઈ પરમાર, ૧૯. કાસોર: રણછોડભાઈ મણીભાઈ પરમાર, ૨૦. કઠાણા: શ્રીમતી દક્ષાબેન કિરણભાઇ સોલંકી. ૨૧. ખંભોળજ: સુનીલભાઈ વિનોદભાઈ સોલંકી, ૨૨. મહેળાવ: શ્રીમતી સંગતીબેન મહેશકુમાર વાઘેલા, ૨૩. મોરજ: શ્રીમતી રમીલાબેન જયેશભાઈ પરમાર, ૨૪. અગ્નિપુરા (સીટનું નામ અસ્પષ્ટ): શ્રીમતી ચંદ્રીકાબેન બિપીનભાઈ પટેલ, ૨૫. નાપા તળપદ: સાજીદખાન છત્રસિંહ રાણા, ૨૬. નાપાડવાંટા: ઠાકોરભાઈ અમરસિંહ પરમાર, ૨૭. પાળજ: પ્રદિપભાઈ જયંતિભાઈ પટેલ, ૨૮. પંડોળી: શ્રીમતી મંગુબેન જગદીશભાઈ સોલંકી, ૨૯. સામરખા: શ્રીમતી હંસાબેન અરવિંદભાઈ વાઘેલા, ૩૦. સારસા: શ્રીમતી મયુરીબેન નીકીતભાઈ પટેલ, ૩૧. શકરપુર: શ્રીમતી નિમીષાબેન અરવિંદભાઈ મકવાણા, ૩૨. શીલી: મિતુલભાઈ રણછોડભાઈ પરમાર, ૩૩. સિંહોલ: શ્રીમતી શીતલબેન દીપકભાઈ પટેલ, ૩૪. સુરેલી: શ્રીમતી રમિલાબેન લાલાભાઈ ચૌહાણ, ૩૫. ઉદેલ: મનિષભાઈ નટુભાઈ પટેલ, ૩૬. વલાસણ: મહેન્દ્રભાઈ જશભાઈ વાઘેલા, ૩૭. વણસોલ: શ્રીમતી રીનાબેન ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, ૩૮. વરસડા: સંજયકુમાર દીપસંગભાઈ મકવાણા, ૩૯. વાસદ: હિતેશભાઈ મહેન્દ્રસિંહ પરમાર, ૪૦. વટાદરા: કનુભાઈ ગોરધનભાઈ પુનડિયા.
આણંદ તાલુકા પંચાયતના ઉમેદવારો:
આણંદ તાલુકામાં અડાસ-૧ થી વાસદ-૨ સુધીની ૨૯ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં શ્રીમતી સોનલબેન ધર્મેન્દ્રકુમાર ગોહેલ, શ્રીમતી રમીલાબેન કલ્પેશભાઈ પરમાર, ભરતભાઈ હરમાનભાઈ ડાભી, કમલેશભાઈ રમેશભાઇ વસાવા, શ્રીમતી જનકબેન જયેશભાઈ પરમાર, શ્રીમતી આરતીબેન સુરેશભાઈ સોલંકી, શ્રીમતી રજીયાબાનુ સિકંદરશા દિવાન જેવાનો સમાવેશ થાય છે. યાદીમાં અન્ય નામોમાં વિશાલકુમાર શંકરભાઈ પરમાર, અર્જુનભાઈ પ્રભાતભાઈ પરમાર અને શ્રીમતી કુશાંગીબેન પટેલ તથા શ્રીમતી વીણાબેન ભટ્ટનો પણ સમાવેશ છે.
ઉમરેઠ તાલુકા પંચાયતની યાદી:
ઉમરેઠ તાલુકાની ૨૧ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં શ્રીમતી સજ્જનબેન ભુપતસિંહ પરમાર (અહીમા), શ્રીમતી જલ્પાબેન સોઢા પરમાર (અરડી), શ્રીમતી રેશ્માબાનુ મલેક (ભાલેજ-૧), પ્રવિણસિંહ કનુભાઈ પરમાર (ધુળેટા) અને બળવંતસિંહ સામંતસિંહ ચૌહાણ (પ્રતાપપુરા) મુખ્ય છે.
ખંભાત તાલુકા પંચાયતના ૨૬ ઉમેદવારો:
ખંભાત તાલુકામાં મુકેશભાઇ પરશોતમભાઇ પટેલ (બામણવા), શ્રીમતી કિષ્ણાબેન મકવાણા (ભીમતલાવ), પ્રતાપસિંહ રાઠોડ (દહેડા), શ્રીમતી હંસાબેન વાઘેલા (ગોલાણા), શ્રીમતી દીપીકાકુંવરબા ધુમ્મડ (પાંદડ) અને કપિલાબેન ગોહેલ સહિતના ૨૬ કાર્યકરોને તક આપવામાં આવી છે.
તારાપુર અને સોજીત્રા તાલુકા પંચાયત:
તારાપુર તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે શ્રીમતી વર્ષાબેન ગોહેલ, શ્રીમતી ચેતનાબેન રાઠોડ, આસ્તીકભાઈ પટેલ અને શ્રીમતી મુમતાજબા ગોહેલના નામ જાહેર થયા છે. સોજીત્રા તાલુકા માટે કોકીલાબેન સોલંકી, રમેશભાઈ રાઠોડ, યામીનીબેન પટેલ અને શક્તિસિંહ મહીડા સહિતના ૧૬ ઉમેદવારોને મેદાનમાં ઉતારાયા છે.
પેટલાદ અને બોરસદ તાલુકા પંચાયત:
પેટલાદ તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટે પ્રિતેશકુમાર પટેલ, શ્રીમતી સંગીતાબેન પટેલ, રણજીતસિંહ પરમાર અને શ્રીમતી સુંદરાબેન ગઢવી જેવા દાવેદારો છે. બોરસદ તાલુકા માટે શ્રીમતી સોનલબેન પટેલ, શ્રીમતી પુષ્પાબેન પરમાર, શ્રીમતી રીનલબેન રાણા અને અશ્વિનભાઇ ઠાકોર સહિતની વિસ્તૃત યાદી જાહેર કરાઈ છે.
પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી વિધિવત રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સંપૂર્ણ લિસ્ટ વિગતવાર જોવા માટે આ સાથે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો...
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
