<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અમદાવાદના દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય-કોર્પોરેશનના ઉમેદવારોની વિરુદ્ધ લાગ્યા પોસ્ટર્સ

છેલ્લા 15 વર્ષમાં પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરોએ વિકાસ ના કર્યો હોવાનો પત્રિકામાં દાવો કરાયો

અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્ય સામે દરિયાપુર વોર્ડમાં આક્રોશ ફેલાયો છે . કોંગ્રેસના ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્યના વિરોધમાં પત્રિકા વાયરલ થઈ છે. દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસને મત નહીં આપવાના પોસ્ટર પણ લાગ્યા છે. ચારવાટ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રવેશ ના કરવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વાયરલ પત્રિકામાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે આક્રોશ ફેલાયો છે. છેલ્લા 15 વર્ષમાં પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરોએ વિકાસ ના કર્યો હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે.

 

(9:24 PM IST)