તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી : પ્રદેશ ભાજપ દ્વારા ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારોની યાદી જાહેર : જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન સાધવા પ્રયાસ : જુઓ સંપુર્ણ સૂચિ
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામ પર આખરી મહોર મરાઈ : મહિલા અનામત બેઠકો પર શિક્ષિત અને સક્રિય મહિલાઓની પસંદગી

ગાંધીનગર:ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી મહત્વની ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ મહેસાણા મહાનગરપાલિકા માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદીને આખરી ઓપ આપી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
મહેસાણાના કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે જાહેર કરવામાં આવેલી યાદી નીચે મુજબ છે:
વોર્ડ નંબર ૧ થી ૪ ની વિગતો:
વોર્ડ નંબર ૧ માં ભાવનાબેન જીતેન્દ્રભાઇ પ્રજાપતિ, પુનમબેન આશિષભાઇ પટેલ, ભગવતસિંહ બચુભા ઝાલા અને જીગરભાઈ ભોગીલાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૨ માં હેમલતાબેન અતુલભાઇ રાવલ, હંસાબેન મહેશભાઇ પટેલ, હિતેશભાઇ નાગજીભાઇ દેસાઇ અને હિતેશભાઇ સોમાભાઇ પટેલ મેદાનમાં છે. વોર્ડ નંબર ૩ માં હંસાબેન બળવંતસિંહ ઠાકોર, ચંદ્રીકાબેન દેવાંગકુમાર પરમાર, મેહુલકુમાર રમેશકુમાર કાપડીયા અને મુકેશભાઇ વાઘજીભાઇ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર ૪ માં નયનાબેન જયેશભાઇ પ્રજાપતિ, ગીતાબેન વિષ્ણુભાઇ ચૌધરી, ભવાનીસિંહ રમેશચંદ્ર પ્રિન્સ અને મહેન્દ્રભાઇ શંકરલાલ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે.
વોર્ડ નંબર ૫ થી ૮ ની વિગતો:
વોર્ડ નંબર ૫ માં ભારતીબેન પંકજકુમાર ઠાકોર, દીપાબેન હર્ષદભાઇ પટેલ, દિપકભાઇ પ્રહલાદભાઇ પટેલ અને દેવેશભાઇ અશોકભાઇ પટેલ ચૂંટણી લડશે. વોર્ડ નંબર ૬ માં ચંદ્રીકાબેન નીમેશભાઇ રામી, રાગીણીબેન રાકેશભાઇ પટેલ, રાકેશકુમાર ભગવતપ્રસાદ બારોટ અને ધીરજકુમાર જયરાજ કરમચંદાણીને સ્થાન મળ્યું છે. વોર્ડ નંબર ૭ માં હસુમતીબેન સુરેશભાઇ ચૌહાણ, અસ્મીતાબેન અલ્પેશભાઇ પટેલ, વિશાલસિંહ નરેન્દ્રભાઇ ઠાકોર અને રાકેશભાઇ ભોળાભાઇ પટેલ ઉમેદવાર છે. વોર્ડ નંબર ૮ માં મિત્તલબેન હર્ષદભાઇ પ્રજાપતિ, રમીલાબેન નટવરભાઇ પટેલ, વિશાલ નટુભાઇ પ્રજાપતિ અને ચંદ્રકાન્ત પરશોત્તમદાસ પટેલને મેદાને ઉતારાયા છે.
વોર્ડ નંબર ૯ થી ૧૩ ની વિગતો:
વોર્ડ નંબર ૯ માં જલ્પાબેન મનેશકુમાર પટેલ, ભાવનાબેન ચંદુભાઇ પટેલ, નિલયકુમાર વિરમભાઇ ઓઝા અને શ્રેણિક કનુભાઈ પટેલનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૧૦ માં સંગીતાબેન સંજયભાઇ પટેલ, કેતાબેન અલ્પેશભાઇ રાવલ, અનિલભાઈ ગફુરભાઇ દેસાઇ અને દશરથભાઇ પ્રહલાદભાઇ પટેલને ટિકિટ મળી છે. વોર્ડ નંબર ૧૧ માં સોનલબેન વિષ્ણુભાઇ ઓઝા, ઉષાબેન મિલનકુમાર ચૌધરી, નિલેશભાઇ રજનીકાંત હરડે અને નિરવભાઇ પંડ્યા ચૂંટણી લડશે.
વોર્ડ નંબર ૧૨ માં ભારતીબેન જગદિશભાઇ ઠાકોર, આશાબેન ભાઇલાલભાઇ પટેલ, ઋષિરાજ વીરચંદભાઈ પરમાર અને રમેશજી ચંદુજી રાજપુતને ઉમેદવાર જાહેર કરાયા છે. અંતે, વોર્ડ નંબર ૧૩ માં પ્રિયંકાબેન કનુભાઇ ચૌહાણ, કપિલાબેન કિરણસિંહ ઠાકોર, રમેશચંદ્ર પોપટલાલ ભીલ અને હિતેન્દ્રભાઇ ફુલજીભાઇ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં જ્ઞાતિગત સમીકરણો અને વોર્ડના ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને સંતુલિત પસંદગી કરવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વિરોધ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ક્યારે જાહેર કરે છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
