<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ડાંગ જિલ્લા પંચાયત અને આહવા, વઘઈ તથા સુબીર તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય : જુઓ સંપૂર્ણ યાદી

ડાંગ જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ, પ્રદેશ ચૂંટણી સમિતિએ ચર્ચા-વિચારણા બાદ ડાંગની તમામ સીટો માટે મૂરતિયા જાહેર કરી ચૂંટણી મેદાન જંગે ચડાવ્યું

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ગહન ચર્ચા બાદ ડાંગ જિલ્લા પંચાયત તેમજ તેની અંતર્ગત આવતી આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતો માટે ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

 

 ડાંગ જિલ્લા પંચાયતના ઉમેદવારોની વિગત:

ડાંગ જિલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકો માટે પક્ષે નીચે મુજબના ઉમેદવારો પર પસંદગી ઉતારી છે:

  આહવા-૧: નરેશભાઈ દૌલતભાઈ ગવળી

  આહવા-૨: પ્રકાશભાઇ વલ્લભભાઈ ચૌહાણ

  બરડા: શ્રીમતી ચંદ્રીકાબેન નગીનભાઈ ગાવિત

  દગડીઆંબા: શ્રીમતી સરલાબેન કિશારભાઈ ગાઈન

  ધવલીદોડ: શ્રીમતી ભાવનાબેન શિવાભાઈ ગાંગુડા

  ડોન: શ્રીમતી યોગીતાબેન વિજયભાઈ પવાર

  પીસ (PISE): શ્રીમતી ગીતાબેન રાજુભાઈ બાગુલ

  ગારખડી: સુંદરભાઈ શૈલેષભાઈ ચૌધરી

  જાખાના: શંકરભાઈ જીવરામભાઈ પવાર

  કડમાળ: રાજેશભાઈ મનસુભાઈ ગામીત

  કાલીબેલ: જીતેન્દ્રભાઈ દામુભાઈ પવાર

  કોશીમદા: શ્રીમતી કલ્પનાબેન મહેશભાઇ તુંબડા

  નિશાણા: દિનેશભાઈ રમેશભાઈ હિલિમ

  સાકરપાતળ: મંગલેશભાઈ ચીમનભાઈ ભોયે

  શામગહાન: શ્રીમતી કમળાબેન હિરાભાઈ રાઉત

  સુબીર: શ્રીમતી પ્રિયંકાબેન રાજુભાઈ કુંવર

  ટાંકલીપાડા: મનાભાઈ ગલદુભાઇ સુર્યવંશી

  વઘઈ: શ્રીમતી ઉષાબેન ધર્મેશભાઈ પટેલ

 

આહવા તાલુકા પંચાયતના ઉમેદવારો:

આહવા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારો:

  આહવા-૧: દિલીપભાઈ અખાતુભાઈ ગાવિત

  આહવા-૨: સતિષકુમાર અશોકભાઇ બચ્છાવ

  આહવા-૩: શ્રીમતી નયનાબેન દિપકભાઈ પટેલ

  ચિંચલી: શ્રીમતી સુમિત્રાબેન અવસ્યાભાઇ સાબળે

  ધવલીદોડ: અવિનાશભાઈ રામજીભાઈ વળવી

  ડોન: શ્રીમતી હિરાબેન વિજયભાઈ ચૌધરી

  પીસ (PISE): ભાસ્કરભાઈ ગણપતભાઇ ચોર્યા

  ગાઢવી: શ્રીમતી ચંદ્રકલાબેન જાનીરાવભાઈ ભોયે

  ગલકુંડ: શ્રીમતી લક્ષ્મીબેન ચિંતામનભાઈ ગવળી

  કલમવિહીર: શ્રીમતી સુનિતાબેન રાજેશભાઇ ગાવિત

  માલેગાંવ: શ્રીમતી ગુંતીબેન યોગેશભાઈ ગાંગોર્ડા

  નડગખાદી: શાંતારામભાઈ શક્કરભાઈ ચૌધરી

  પિંપરી: ભૂપેશભાઈ લક્ષ્મણભાઈ પવાર

  શામગહાન: નિતિનભાઈ રામદાશભાઈ રાઉત

  ટાંકલીપાડા: શ્રીમતી ભારતીબેન મહેશભાઈ ચૌધરી

  વાસુર્ણા: શ્રીમતી નિરૂબેન દેવરામભાઈ જાદવ

 

વઘઈ તાલુકા પંચાયતના ઉમેદવારો:

વઘઈ વિસ્તારની ૧૬ બેઠકો માટે પક્ષે આ મુજબના ચહેરાઓ ઉતાર્યા છે:

  બરડા: શ્રીમતી સોનીબેન કિરણભાઈ પવાર

  બારખાંધ્યા: નિતીનભાઈ શાંતિલાલભાઈ બિરારી

  ચિચિનાગાંવઠા: શ્રીમતી નિકિતાબેન વિજયભાઈ તુપે

  ચિકાર: પ્રકાશભાઈ માંદાભાઈ ચૌધરી

  દગડીઆંબા: શ્રીમતી વનિતાબેન ચંદરભાઈ ગાવિત

  ગોદડીયા: શ્રીમતી મીનાબેન બાસીરાવભાઈ ઠાકરે

  કાલીબેલ: શ્રીમતી શકુંતલાબેન સુભાષભાઇ પાડવી

  ખાતળ: શ્રીમતી સુશિલાબેન ગમજ્યાભાઈ બાગુલ

  કોશિમદા: શ્રીમતી સેજલબેન પ્રદિપભાઈ ગામિત

  મોટામાળુંગા: શ્રીમતી દર્શનાબેન રાજેશભાઇ બહિરમ

  રંભાસ: બિપિનભાઈ અમ્રતભાઈ ગાવિત

  સાકરપાતળ: અજીતભાઈ રામજીભાઈ ગાવિત

  શિવારીમાળ: શ્રીમતી જ્યોતિબેન રાયુભાઈ કુંવર

  વઘઈ-૧: સકેતભાઈ બુદ્ધાભાઈ બંગાળ

  વઘઈ-૨: ઘનશ્યામભાઈ શુકરભાઇ ગાયકવાડ

  ઝાવડા: શ્રીમતી જાગૃતિબેન નિલેશભાઇ ભોયે

 

સુબીર તાલુકા પંચાયતના ઉમેદવારો:

સુબીર તાલુકા પંચાયતની ૧૬ સીટો માટેની યાદી નીચે મુજબ છે:

  દહેર: શ્રીમતી તેજલબેન ગજેન્દ્રભાઈ પવાર

  ગારખડી: હરેશભાઈ રાજ્યાભાઈ બહેરામ

  ગૌહાણ: શ્રીમતી દક્ષાબેન કાશીરામભાઈ ઠાકરે

  ગીરમાળ: શ્રીમતી જયશ્રીબેન દીલીપભાઈ ગાવીત

  હનવંતપાડા (પીપલદહાડ): સુરેશભાઈ લાહનુભાઇ પવાર

  જામન્યામાળ: રઘુનાથભાઈ કાસુભાઈ સાળવે

  કડમાળ: સંજયભાઈ જેરામભાઈ પવાર

  કેશબંધ: જગનભાઈ વાન્યાભાઈ ગામિત

  ખાજુર્ણા: કાંતિલાલભાઈ કાશિરામભાઈ રાઉત

  ખાંભલા: શ્રીમતી ઇન્દુબેન રમેશભાઈ કામડી

  કિરલી: શ્રીમતી અનીતાબેન સુભાષભાઈ પવાર

  મહાલ: શ્રીમતી લતાબેન નાનુભાઈ લોત્યા

  માળગા: શ્રીમતી મંજુલાબેન જગદિશભાઇ ભોયે

  નિશાના: શ્રીમતી બચુબેન સુરેશભાઈ બારીશ

  સાજુપાડા: અશ્વિનભાઈ પીલાજીભાઈ ગામિત

  સુબીર: યોગેશભાઈ જીવણભાઈ ચૌધરી

 

વિગતવાર સૂચિ જોવા માટે આ સાથે આપેલી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...

(10:17 PM IST)