તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે તમામ ૩૦ વોર્ડના ઉમેદવારોના નામ કર્યા જાહેર : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ૧૦૭ મુરતિયાઓ પર મારી મહોર : જુઓ સંપૂર્ણ યાદી
જહાંગીરપુરાથી લઈને સચિન સુધીના તમામ વોર્ડમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો સાધી ભાજપે મહિલા અને યુવા ચહેરાઓને આપી પ્રાધાન્ય : જૂના જોગીઓ અને નવા કાર્યકરોનું સંતુલન જાળવી ચૂંટણી જંગમાં જીતનો નિર્ધાર

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓનો શંખનાદ કરી દેવામાં આવ્યો છે. આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે સુરત મહાનગરપાલિકા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટની સહી સાથે જાહેર થયેલી આ યાદીમાં કુલ ૧૦૭ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપે આ યાદીમાં મહિલા સશક્તિકરણ અને જ્ઞાતિ આધારિત સમીકરણોને પૂરતું મહત્વ આપ્યું છે. યાદીમાં અનેક શિક્ષિત ચહેરાઓ અને ડોક્ટરોને પણ સ્થાન મળ્યું છે. ઉમેદવારોના નામનીવિગતવાર યાદી નીચે મુજબ છે:
વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ વિગત:
વોર્ડ ૧ (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ): ભાવિશાબેન ભાવિનભાઈ પટેલ, નયનાબેન સુરેશભાઈ ડોબરીયા, વિજયભાઇ અશોકભાઇ ભાટિયા અને રાજેન્દ્રભાઈ ગોવનભાઈ પટેલ.
વોર્ડ ૨ (અમરોલી-મોટા વારાછા-કઠોર): ચંદ્રિકાબેન અનીલભાઈ અસોદારીયા, મનીષાબેન પ્રફુલભાઈ ખેર, જૈનેશભાઈ સતીશભાઈ જાદવ અને મનુભાઈ વલ્લભભાઈ બલર.
વોર્ડ ૩ (વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા): મીતાબેન સંજયભાઈ મકવાણા, કાવ્યા અલ્પેશભાઈ પટેલ, વિશાલભાઇ ઇશ્વરભાઈ રાઠોડ અને સુરેશભાઈ મેઘજીભાઈ ધોમાલિયા.
વોર્ડ ૫ (ફુલપાડા-અશ્વિનીકુમાર): જયશ્રીબેન મનહરભાઈ વોરા, સ્વાતીબેન રાકેશભાઈ પટેલ, ડો. વિક્રમ (વિષ્ણુ) અમથાભાઈ દેસાઈ અને મહેન્દ્ર દકુભાઈ દેસાઈ.
વોર્ડ ૬ (કતારગામ): જયશ્રીબેન રાજનભાઈ વરિયા, કેતા ગ્રીનીઝભાઈ દેસાઈ, દક્ષેશ કિશોરભાઈ માવાણી અને રમેશભાઈ લાભુભાઈ બોરડ.
વોર્ડ ૭ (કતારગામ-વેડ): સોનુબેન અનિલકુમાર આંબલીયા, દેવ્યાનીબેન ઠુમ્મર, ઇશ્વરભાઈ મધુભાઈ નારોલા અને રઘુભાઈ વાલજીભાઈ ખુંટ.
વોર્ડ ૮ (ડભોલી-સિંગણપોર): વંદના થાકરીશભાઈ ઘોઘારી, માયા ઇશ્વરલાલ પાટીલ, ભૂપેન્દ્રભાઈ સુખદેવભાઈ રાઠોડ અને પરેશભાઈ સાકરીયા.
વોર્ડ ૯ (રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર): હિના ટાંક, નૈન્સી શશીકાંતભાઇ શાહ અને રાજનભાઇ બકુલભાઈ પટેલ.
વોર્ડ ૧૦ (અડાજણ-પાલ-ઇચ્છાપોર): મીનાક્ષીબેન સમીરભાઈ પપૈયા, ઉર્વશીબેન નિરવભાઈ પટેલ, રાજુભાઈ રતિલાલ પ્રિયદર્શી અને નિલેશ સુરેશભાઈ પટેલ.
વોર્ડ ૧૧ (અડાજણ-ગોરાટ): અલ્પાબેન મહેતા, વૈશાલી દેવાંગ શાહ, પરિમલભાઈ ચાસિયા અને હર્ષ અશોકભાઈ મહેતા.
વોર્ડ ૧૨ (નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા) અને વોર્ડ ૧૩ (વાડી ફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા): આ સંયુક્ત યાદીમાં હેમાક્ષી રવિશકુમાર ચૌહાણ, આરતીબેન હેનિશભાઈ પટેલ, કિશોરભાઈ બાબુભાઈ માયાણી, ચિરાગકુમાર ઘનશ્યામભાઇ સાવલિયા, મોહિનીબેન દામોદરદાસ રાઠોડ, મનિષા મુકેશ મહાત્મા, સંદિપ મુકેશભાઈ ચલકવાલા અને સંજય બંસીલાલ દલાલનો સમાવેશ થાય છે.
વોર્ડ ૧૪ (ઉમરવાડા-માતાવાડી): સરોજબેન કલ્પેશભાઇ પટેલ, માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી, સતિષભાઈ ઉકાભાઈ મૈસુરીયા અને અનિલ મગનભાઈ સોજીત્રા.
વોર્ડ ૧૫ (કરંજ-મગોબ): મનિષાબેન ભીમજીભાઈ આહિર, રૂપાબેન ભાર્ગવભાઇ પંડયા, ધર્મેશભાઈ હરિભાઈ ભાલાળા અને મહેશકુમાર ધીરૂભાઈ મકવાણા.
વોર્ડ ૧૬ (પુણા-પશ્ચિમ): સંગીતાબેન દિનેશભાઈ પરમાર, રીટાબેન જયંતીભાઈ પટોળીયા, વિક્રમ હરસુખભાઈ દેગામ અને જગદીશભાઈ જેઠાભાઈ સુતરીયા.
વોર્ડ ૧૭ (પુણા-પૂર્વ): મનીષાબેન ઘનશ્યામભાઈ જીકાદ્રા, કંચનબેન કિરીટભાઈ સાવલીયા, સુભાષ વ્રજલાલ હાનાણી અને ચિમનભાઈ શંભુભાઈ વોરા.
વોર્ડ ૧૮ (લિંબાયત-પરવટ-કુંભારીયા): વિધિ છનાભાઈ રાઠોડ, હિનાબેન સંજયકુમાર વાછાણી, દિપકભાઈ સાગરભાઈ રબારી અને દિનેશ રૂપાજી પુરોહિત (રાજપુરોહિત).
વોર્ડ ૧૯ (આંજણા-ડુંભાલ): અનીતાબેન મનિષભાઈ રાણા, જયશ્રીબેન રમણલાલ પટેલ, રમેશભાઈ અંબારામભાઈ પટેલ અને અશોકકુમાર માંગીલાલ શાહ.
વોર્ડ ૨૦ (ખટોદરા-મજુરા-સગરામપુરા): પ્રતિભા સૌરભ દેસાઈ, હિનાબેન જયપ્રકાશ ટાલીયા, રાજેશભાઈ નટવરલાલ રાણા અને રાજનીશભાઈ ગુણવંતરાય દેસાઈ.
વોર્ડ ૨૧ (સોની ફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ): દિપીકાબેન અંકેશભાઈ ધૃત, ડિમ્પલબેન ચેતનભાઇ કાપડીયા, અશોકભાઈ ધનેશભાઈ રાંદેરીયા અને વ્રજેશ ભરતભાઇ ઉનડકટ.
વોર્ડ ૨૨ (ભટાર-વેસુ-ડુમસ): શીતલ પ્રતિકકુમાર પટેલ, રશ્મિ ગિરધારી સાબુ, દિપેશભાઈ ચંદુલાલ પટેલ અને હિમાંશુ પ્રવિણસિંહ રાઉલજી.
વોર્ડ ૨૫ (લીંબાયત-ઉધના યાર્ડ): કવિતાબેન એનાગુંડલા, સુક્ષ્માબેન યુવરાજભાઇ પાટીલ, સંજયભાઈ કેશવભાઈ પાટીલ અને જયેશભાઈ પુરૂષોત્તમભાઈ ચાંદકેર.
વોર્ડ ૨૬ (ગોડાદરા-ડીંડોલી ઉત્તર): વર્ષાબેન મયુરભાઇબલદાણિયા, અલ્કાબેન અનિલ પાટીલ, અમિતસિંગ જમનાસિંગ રાજપૂત અને ડો. નરેન્દ્ર (નરેશ) શાંતારામ પાટીલ.
વોર્ડ ૨૭ (ડીંડોલી દક્ષિણ): પ્રતિભાબેન પટેલ, અંજલિ શુભમ ઉપાધ્યાય, ભાઇદાસ સીતારામ પાટીલ અને સુધાકર લોટનભાઇ ચૌધરી.
વોર્ડ ૨૮ (પાંડેસરા-ભેસ્તાન): રાજકુંવર મનોહરસિંહ રાઠોડ, કામનીબેન સોહમભાઈ પટેલ, મનીષભાઈ ચિમનભાઈ પટેલ અને પંકજ તુલસીરામ જાધવ.
વોર્ડ ૨૯ (અલથાણા-બમરોલી-વડોદ): સુધા રાજેશભાઈ પાંડેય, સુહાની સુરજભાઈ યાદવ, મેહુલ કાંતિલાલ પટેલ અને ધર્મેન્દ્રકુમાર મફતલાલ પટેલ.
વોર્ડ ૩૦ (કનસાડ-સચિન-ઉન-આભવા): રીનાસિંહ અજીતસિંહ રાજપૂત, આરતીબેન દિપકભાઈ ચૌધરી, ભરતભાઇ અરવિંદભાઈ પટેલ અને ચિરાગકુમાર હરિશચંદ્ર સોલંકી.
આ જાહેરાત સાથે જ સુરત રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના આ ઉમેદવારો મતદારોના વિશ્વાસમાં કેટલા સફળ રહે છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
