News of Friday, 10th April 2026
વડોદરા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો: વોર્ડ 15 અને 18માં આયાતી ઉમેદવારોનો વિરોધ
કાર્યકરોએ ઉમેદવાર નહીં બદલાય તો ચૂંટણીમાં ગંભીર પરિણામોની ચીમકી ઉચ્ચારી

વડોદરા મહાનગરપાલિકાની યાદી જાહેર થતા જ ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 15 અને 18માં 'આયાતી' ઉમેદવારોને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવી ઉમેદવાર બદલવાની માંગ કરી છે. આ વિવાદ મુદ્દે ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું કે, મોટી પાર્ટીમાં નારાજગી સ્વાભાવિક છે અને તમામ કાર્યકરોને સમજાવી લેવામાં આવશે. જોકે, કાર્યકરોએ ઉમેદવાર નહીં બદલાય તો ચૂંટણીમાં ગંભીર પરિણામોની ચીમકી ઉચ્ચારી છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
