<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોની યાદી જાહેર : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય : જિલ્લાની તમામ બેઠકો પર મુકાયા મજબૂત ચહેરાઓ

મહેસાણા:આજરોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આગામી ચૂંટણીના જંગને જીતવા માટે પાર્ટી દ્વારા તમામ સ્તરે સંતુલિત અને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતની સીટ અને જાહેર થયેલા ઉમેદવારો:
મહેસાણા જિલ્લા પંચાયતની કુલ ૪૨ બેઠકો માટે પાર્ટીએ નિશ્ચિત કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:
૧. અગોલ: શ્રીમતી હેતલબેન ભાવેશભાઇ પટેલ
૨. આંબલીયાસણ: શ્રીમતી સગુણાબેન કાનાજી ઠાકોર
૩. બલોલ: શ્રીમતી દક્ષાબેન જગદિશભાઇ પટેલ
૪. ભાલક: શ્રીમતી આશાબેન કપુરજી ઠાકોર
૫. લાન્ડુ: અમિતભાઇ અમૃતલાલ પટેલ
૬. છાબલીયા: મહેશકુમાર શંકરલાલ પટેલ
૭. સીસ (SHIS): સુરેશભાઇ પ્રહલાદભાઇ ચૌધરી
૮. ડાભલા: શ્રીમતી રેખાબેન કનકસિંહ વિહોલ
૯. ડભોડા: શ્રીમતી રમીલાબેન રમેશજી ઠાકોર
૧૦. ડાંગરવા: શ્રીમતી મંજુલાબેન મનુજી ઠાકોર
૧૧. કલુ: શ્રીમતી નીતાબા નરવીરસિંહ
૧૨. ગોઠવા: વિષ્ણુજી મંગાજી ઠાકોર
૧૩. ગોઝારીયા: દિલીપભાઇ બબાભાઇ પ્રજાપતિ
૧૪. જોટાણા: શ્રીમતી હીનાબેન નરેશસિંહ સોલંકી
૧૫. કહોડા: ભારતજી ભવાનજી ઠાકોર
૧૬. કૈયલ: રાજુજી દિવાનજી ઠાકોર
૧૭. કમાણા: હસમુખભાઇ નારાયણભાઇ ચૌધરી
૧૮. કામલી: કુલદિપકુમાર પ્રવિણકુમાર ઠાકોર
૧૯. કાંસા: શ્રીમતી કંચનબેન વિજયભાઇ પટેલ
૨૦. ખરોડ: નીતીનભાઇ છનાભાઇ પટેલ
૨૧. ખેરવા: રોહિતભાઇ પ્રહલાદભાઇ પટેલ
૨૨. લાડોલ: શ્રીમતી હેતુબેન પૌરવભાઇ પટેલ
૨૩. લાંઘણજ: શ્રીમતી ફાલ્ગુનીબેન બીપીનભાઇ પટેલ
૨૪. લીંચ: મનોજભાઈ મણીલાલ પટેલ
૨૫. મલેકપુર (ખે): નરેશભાઇ રેવાભાઇ પરમાર
૨૬. મોઢેરા: લાલજીભાઇ સબુરભાઇ મકવાણા
૨૭. નંદાસણ: શ્રીમતી દર્શનાબેન પીયુશભાઇ પટેલ
૨૮. નાનીકડી: મયંકકુમાર સુરેશચંદ્ર પટેલ
૨૯. પાંચોટ: શ્રીમતી મંજુલાબેન અરવિંદભાઇ પટેલ
૩૦. રાજપુર: શ્રીમતી કપિલાબેન અશ્વિનભાઇ પટેલ
૩૧. રાંતેજ: શ્રીમતી ઇશનબા વિરેન્દ્રસિંહ ઝાલા
૩૨. શંખલપુર: શ્રીમતી કિંજલબેન પ્રતિકભાઇ પરમાર
૩૩. સતલાસણા: વિરેન્દ્રસિંહ કૃષ્ણપાલસિંહ ઠાકોર
૩૪. સિપોર: શ્રીમતી કપિલાબેન ભગુભાઇ પટેલ
૩૫. સુદાસણા: શ્રીમતી લક્ષ્મીકુંવરબા વિરેન્દ્રસિંહ પરમાર
૩૬. સુંઢિયા: ઉદાજી મણાજી ઠાકોર
૩૭. સુરજ: ભરતભાઇ બળદેવભાઇ દેસાઇ
૩૮. થોળ-સેડફા: માનસંગજી રામાજી ઠાકોર
૩૯. ટીમ્બા: શ્રીમતી વીનાબેન ધનાજી ઠાકોર
૪૦. ઉનાવા: શ્રીમતી સોનલબેન યોગેશભાઇ પટેલ
૪૧. વસાઇ: રાજેશભાઇ ગોવિંદભાઇ પટેલ
૪૨. વિજાપુર ઓ.જી. (ગોવિંદપુરા): જીગ્નેશભાઇ માધુભાઇ પટેલ

તાલુકા પંચાયતના જાહેર થયેલા ઉમેદવારો:
બેચરાજી, સતલાસણા, ખેરાલુ, મહેસાણા, ઊંઝા, વડનગર, વિજાપુર, વિસનગર, કડી અને જોટાણા તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

બેચરાજી તાલુકા પંચાયત: આસજોલ માટે પ્રતાપસિંહ પૃથ્વીસિંહ ઝાલા, ચડાસણા માટે શ્રીમતી ચેતનાબેન ભગવાનભાઇ રબારી, ચંદ્રગૌડા માટે શ્રીમતી કિંજલબેન વિક્રમભાઇ દેસાઇ અને અન્ય ૧૩ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

સતલાસણા તાલુકા પંચાયત: ભાલુસણા સીટ પર કિશોરસિંહ નરપતસિંહ ચૌહાણ, ભીમપુર માટે ભુપતસિંહ ગંભીરસિંહ ઠાકોર, ધરોઈ માટે શ્રીમતી અરૂણાબેન ગોવિંદજી ઠાકોર સહિત કુલ ૧૬ ઉમેદવારો મેદાનમાં ઉતારાયા છે.

ખેરાલુ તાલુકા પંચાયત: અરઠી બેઠક માટે શ્રીમતી પ્રવિણાબેન વિનુભાઇ ચૌધરી અને ચાડા માટે શ્રીમતી હિરલબેન યોગેશભાઇ ચૌધરી સહિત ૧૮ ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ થઈ છે.

મહેસાણા તાલુકા પંચાયત: અંબાસણથી ભાવેશકુમાર જોઇતારામ પટેલ અને આંબલીયાસણ ગામથી ભરતભાઇ હીરાભાઇ નાડીયા સહિત ૩૦ ઉમેદવારો ચૂંટણી લડશે.

ઊંઝા તાલુકા પંચાયત: ઐઠોર બેઠક પર કશ્યપ સુરેશભાઇ પટેલ અને લુશાવા માટે પરેશભાઇ પરસોત્તમભાઇ પટેલ સહિત ૧૮ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

વડનગર તાલુકા પંચાયત: બાદલપુર સીટ પર હીરા ગુલામહસન રહીમભાઇ અને છાબલીયા-૧ માટે લાલાજી કાનાજી ઠાકોર સહિત ૧૮ ઉમેદવારોની જાહેરાત કરાઈ છે.

વિજાપુર તાલુકા પંચાયત: બામણવા સીટ પર મોહનસિંહ રજુજી ચૌહાણ અને બિલીયા માટે દીપકુમાર ઇન્દ્રભાઇ પટેલ સહિત ૨૬ બેઠકોના ઉમેદવારો નક્કી કરાયા છે.

વિસનગર તાલુકા પંચાયત: ફાવણા બેઠક પર દિનેશભાઇ અંબારામભાઇ ચૌધરી અને બાસક માટે સંકાભાઇ કેશવલાલ રાવળ સહિત ૨૪ ઉમેદવારો જાહેર કરાયા છે.

કડી તાલુકા પંચાયત: આદરજથી શ્રીમતી પદ્માબેન દેવરાજભાઇ સોનલા અને આદુંદરાથી શ્રીમતી નિરાલીબેન ધવલભાઇ પટેલ સહિત ૩૦ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે.

જોટાણા તાલુકા પંચાયત: બાલસાસણ માટે શ્રીમતી ધ્રુપદબા દિલીપસિંહ સોલંકી અને બટાણ માટે લાલજીભાઇ અંબાલાલ પટેલ સહિત ૧૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

આ ઉપરાંત વિસનગર નગરપાલિકા માટે પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે અત્યારથી જ કાર્યકરોને કામે લાગી જવા આદેશ અપાયા છે. યાદી જાહેર થતા જ મહેસાણા જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...

 

(11:48 PM IST)