<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સાવલી ભાજપમાં આંતરિક અસંતોષ: ટિકિટ ન મળતા ધારાસભ્યના નજીકના આકાશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો

સાત વર્ષથી પક્ષમાં સક્રિય હોવા છતાં સતત બીજી વાર અવગણના થતા આકાશ પટેલે બળવો પોકાર્યો

વડોદરા: વડોદરાના સાવલી ભાજપમાં આંતરિક અસંતોષ વકર્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારના નજીકના ગણાતા અને યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલે વોર્ડ નં-6 માંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે. સાત વર્ષથી પક્ષમાં સક્રિય હોવા છતાં સતત બીજી વાર અવગણના થતા આકાશ પટેલે બળવો પોકાર્યો છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને હજુ વધુ નારાજ કાર્યકરો અપક્ષ ફોર્મ ભરે તેવી શક્યતા છે

 

(12:00 AM IST)