<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

તાપી ભાજપની ઉમેદવાર યાદીએ ચોંકાવ્યા : વ્યારામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતાને ટિકિટ

જિલ્લાની સાત તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થતા કોંગ્રેસને ચૂંટણી પૂર્વે જ મોટો ફટકો પડ્યો

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી રાજકીય માહોલ ગરમ કર્યો છે. વ્યારા નગરપાલિકામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા નીરવ અધ્વર્યું કેસરિયો ધારણ કરતા જ ભાજપે તેમને વોર્ડ નં-1 માંથી મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ જિલ્લાની સાત તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થતા કોંગ્રેસને ચૂંટણી પૂર્વે જ મોટો ફટકો પડ્યો છે.

(12:55 AM IST)