<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

કોંગ્રેસનો વોટ શેર ૨૦૧૫ કરતાં ૨૦૨૧માં ૧૪.૮૨ ટકા ઘટયો હતો

૬ મહાનગર પાલિકાની ચૂંટણીમાં : ૨૦૧૫ કરતાં ૨૦૨૧માં ભાજપ ૨૦.૮૯ લાખ વધુ જ્‍યારે કોંગ્રેસ ૧૩.૫૦ લાખ ઓછા મત મેળવી શક્‍યું હતું

અમદાવાદ તા.૧૧: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થઇ ગયા છે. છેલ્‍લે વર્ષ ૨૦૨૧માં અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા એમ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઇ હતી. વર્ષ ૨૦૧૫ કરતાં વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપના વોટ શેરમાં ૨.૬૨ ટકાનો વધારો જ્‍યારે કોંગ્રેસના વોટ શેરમાં ૧૪.૮૨ ટકાનો થટાડો નોંધાયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ  ૨૦૨૧માં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર એમ ૬ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૧૫ કરતાં વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૩.૫૦ લાખ ઓછા મત મળ્‍યા હતા અને તેમનો વોટ શેર ૪૧.૫૭ ટકાથી ઘટીને ૨૬.૭૫ થઈ ગયો હતો. બીજી તરફ ભાજપને વર્ષ ૨૦૧૫ કરતાં વર્ષ ૨૦૨૧માં ૧૩.૫૦ લાખ વધુ વોટ મળ્‍યા હતા. તેમનોવોટ શેર ૫૦.૮૨ ટકાથી વધીને ૫૨. ૮૯ ટકા નોંધાયો હતો.

વર્ષ ૨૦૨૧માં ૬ મહાનગપાલિકાની ચૂંટણીમાં ભાજપે અમદાવાદમાં ૧૯૨માંથી ૧૫૯, વડોદરામાં ૭૬માંથી ૬૯, સુરતમાં ૧૨૦માંથી ૯૩, રાજકોટમાં ટ્ટ ૭૨માંથી ૬૮, ભાવનગરમાં પરમાંથી ૪૪ જ્‍યારે જામનગરમાં ૬૪માંથી ૫૦ બેઠકમાં જીત મેળવી હતી. સુરતમાં આપે ૨૩ બેઠક સાથે બીજું સ્‍થાન મેળવ્‍યું હતું. આમ આદમી પાર્ટીને ૨૦૨૧ની ચૂંટણીમાં ૨૫.૨૦ લાખ મત સાથે ૧૩.૯૧ ટકાનો વોટ શેર રહ્યો હતો.

કોર્પોરેશનની છેલ્‍લી ત્રણ ચૂંટણીમાં કોનો-કેટલો વોટ શેર?

               ૨૦૧૦                       ૨૦૧૫                     ૨૦૨૧

પક્ષ           વોટ મળ્‍યા       વોટ શેર    વોટ મળ્‍યા    વોટ શેર     વોટ મળ્‍યા              વોટ શેર

ભાજપ         ૫૧,૫૩,૧૯૬     ૫૩.૮૨%   ૭૪,૮૩,૧૪૬  ૫૦.૨૮%    ૯૫,૮૨,૭૨૨   ૫૨.૮૦%

કોંગ્રેસ         ૩૨,૨૩,૨૫૭     ૩૨.૬૨%   ૬૧,૯૫,૩૮૪  ૪૧.૫૭%    ૪૮,૪૫,૪૮૪   ૨૬.૭૫%

એનસીપી      ૨,૫૫,૩૬૨      ૨.૬૭%    ૧,૨૪,૮૬૬   ૦.૮૪%     ૧,૦૨,૭૮૮     ૦.૫૭%

આપ          -                 -                         -            ૨૫,૨૦,૪૫૫   ૧૩.૯૧%      

AIMIM          -                 -                          -            ૨,૬૧,૮૭૪     ૧.૪૫%

અપક્ષ         ૪,૫૬,૬૯૨      ૪.૭૭%           ૫,૧૭,૩૩૨  ૩.૪૭% ૨,૬૬,૪૮૨    ૧.૪૭%

નોટા   -       -               -               -       ૭૨,૦૯૩               ૦.૪૦%                       

(10:09 AM IST)