તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 11th April 2026
ઉનાળુ વેકેશન ટાણે જ હવાઇ મુસાફરી મોંઘી થઇ
જેટ ફયુઅલ સરચાર્જને લીધે એરફેરમાં વધારો : હવાઈ ભાડા વધતાં ઉનાળુ વેકેશનમાં ટુર પેકેજોમાં પણ ૧૦-૧૫ ટકાનો વધારો, પ્રવાસીઓના ખિસ્સા પર બોજ વધ્યો

અમદાવાદ તા.૧૧: ઈઝરાયેલ, અમેરિકા-ઇરાન યુદ્ધમાં હાલ ભલે વિરામ આવ્યો હોય પણ તેનાથી અનેક ક્ષેત્રોને જે ફટકો પડયો છે, તેની અસર હજુ લાંબો સમય રહી શકે છે. આખાય વિશ્વમાં એવિએશન સેક્ટર પણ સંકટમાં મુકાયુ છે. ખાડી દેશોમાં તો ક્યાંક ફલાઇટો જ બંધ છે તો ક્યાંક કલાઇટનું શેડયુલ છે. બીજી તરફ, જેટ ફયુઅલના ભાવ વધતા વિમાની મુસાફરી ખોરવાયું કરકે, જેટ કન્યુઅલના ભાવ વધતા વિમાની મુસાફરી મોથી થઈ છે. ઉનાળુ વેકેશન વખતે જ એવી સ્થિતિનું નિર્માણ થયું છેકે, એર ટિકિટના ભાવમાં વધારો થયો છે જેના પગલે પ્રવાસન ઉદ્યોગ પર પણ વ્યાપક અસર પડી છે.
યુધ્ધને લીધે ખાડી દેશોમાં સ્થિતી ચિતાજનક બની છે જેના કારણે આંતર રાષ્ટ્રીય ફલાઇટોના શિડયુલો ખોરવાય છે. આ તરફ, ડોમેસ્ટિક ફલાઈટોની સંખ્યા ઘટી છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં વિમાની ઇંધણના ભાવ પણ વધ્યાં છે જેના લીધે એરલાઈન્સ કંપનીઓએ ફયુઅલ સરચાર્જ લગાવ્યો છે પરિણામે એર ટિકીટના ભાવ વધ્યાં છે.
ઉનાળુ વેકેશન વખતે જ વિમાની મુસાફરી મોથી થઈ છે જેના કારકો હવે રજાની મોજ માલવું આર્થિક રીતે મોઘુ બને તેવી સ્થિતી સર્જાઈ છે. કોઈપણ ટૂર પેકેજમાં ૩૦-૪૦ ટકા હિસ્સો માત્ર વિમાની ભાડાનો હોય છે. એર ટિકીટ મોંધી થતાં ટુર પેકેજોના ભાવમાં ૪ ૧૦-૧૫ ટકાનો વધારો થયો છે. અમદાવાદથી ગોવા, કેરળ, કાશ્મીર, આસામ જવું હોય તો ફલાઈટ અનિવાર્ય છે. સામાન્ય રીતે એર ટિકિટમાં એકાદ-બે હજાર સુધીનો ર સુધીના વધાર થયો છે જેના લીધે પ્રવાસીઓના ખિસ્સા પર બોજ વધ્યો છે.
આ ઉપરાંત ડોમેસ્ટિક ફલાઈટની જેના પ્રવાસીઓની મુશ્કેલી વર્ષા છે. ઓપરેટરોની તો મુશ્કેલી જ ઓછી થતી નથી. વ્યવસાયિક સ્પર્ધામાં ઓછા બજેટમાં ટુર પેકેજ આપવું શક્ય નથી પરિણામે પ્રવાસન ઉદ્યોગ પણ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવુ પડી રહ્યું છે.
એર ટિકિટના ભાવમાં કેટલો વધારો થયો ?
રૂટ અગાઉ ટિકિટના દર હાલ ટિકિટના દર
અમદાવાદ-દિલ્હી ૪૫૦૦ રૂા.૫૫૦૦
અમદાવાદ-દહેરાદૂન ૬૦૦૦ ૭૫૦૦
અમદાવાદ-મુંબઇ રૂા.૩૫૦૦ ૪૦૦૦
અમદાવાદ-ગૌહાટી રૂા.૧૦ હજાર રૂા.૧૩ હજાર
અમદાવાદ-બાગડોગરા રૂા. ૧૦ હજાર રૂા. ૧૨ હજાર
અમદાવાદ-શ્રીનગર રૂા. ૭ હજાર રૂા.૯ હજાર
અમદાવાદ-ગોવા રૂા.૩૫૦૦ રૂા.૪૫૦૦
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
