તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th April 2026
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ તેજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના વિવિધ વોર્ડ માટે ૪૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : જુઓ સંપૂર્ણ લિસ્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'રાજીવ ગાંધી ભવન' ખાતેથી ઉમેદવારોના નામો પર આખરી મહોર : ગોતા, ચાંદખેડા, સાબરમતી અને મણીનગર સહિતના મહત્વના વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણોને આધારે મૂરતિયાઓ મેદાનમાં

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ના અનુસંધાને અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામોની મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે. ૧૦-૦૪-૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આ યાદીમાં શહેરના વિવિધ વોર્ડના ૪૭ જેટલા ઉમેદવારોના નામોને પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિ દ્વારા મંજુરી આપવામાં આવી છે. પ્રદેશ ઉપપ્રમુખ વિજય દવેની સહી સાથે જાહેર થયેલી આ યાદીમાં સામાન્ય સ્ત્રી, પછાતવર્ગ અને અનુસૂચિત જાતિના સમીકરણોને ધ્યાને રાખીને પસંદગી કરવામાં આવી છે.
વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોની વિગતો:
* વોર્ડ નં. ૧ (ગોતા): અહીં ઉષાબેન જયેશકુમાર બ્રહ્મભટ્ટ અને ભાટસરા નીતા અશોકકુમાર (સામાન્ય સ્ત્રી), દિનેશભાઈ લલ્લુભાઈ દેસાઈ (પછાતવર્ગ) તથા જલય અશોકભાઈ ચૌહાણ (બિન અનામત) ને ટિકિટ અપાઈ છે.
* વોર્ડ નં. ૨ (ચાંદલોડિયા): નેહલ જીતેન્દ્રભાઈ પંચાલ (પછાતવર્ગ સ્ત્રી), સોનલબેન ગૌતમભાઈ પટેલ (સામાન્ય સ્ત્રી), ગજ્જર પુરવ ચંદ્રકાંતભાઈ (પછાતવર્ગ) અને પ્રદીપભાઈ પટેલ (બિન અનામત) મેદાનમાં છે.
* વોર્ડ નં. ૩ (ચાંદખેડા): વર્ષા મુકેશભાઈ કટારા (અ.આ.જા. સ્ત્રી), રાજશ્રી વિજયકુમાર કેસરી (સામાન્ય સ્ત્રી), સુબોધ કુમુદ (અનુસૂચિત જાતિ) અને સુધીરકુમાર છોટાલાલ પટેલ (બિન અનામત) ની પસંદગી થઈ છે.
* વોર્ડ નં. ૪ (સાબરમતી): પુષ્પાબેન હરીશભાઈ વાઘેલા (અ.જા. સ્ત્રી), હિરલબેન ઉમંગભાઈ ભાવસાર (સામાન્ય સ્ત્રી), મકવાણા અજીત ગણેશભાઈ (પછાતવર્ગ) અને દીપેનકુમાર મનુભાઈ પટેલ (બિન અનામત) ચૂંટણી લડશે.
* વોર્ડ નં. ૫ (રાણીપ): ચંદાબેન ગણેશજી પરમાર (પછાતવર્ગ સ્ત્રી), રીટાબેન દેવજીભાઈ પટેલ (સામાન્ય સ્ત્રી), વિનોદભાઈ જયંતીલાલ પટેલ અને જીગરભાઈ ચંદ્રકાંતભાઈ પંડ્યા (બિન અનામત) ને સ્થાન મળ્યું છે.
* વોર્ડ નં. ૬ (નવા વાડજ): જ્યોત્સનાબેન કિરણભાઈ ચાવડા (પછાતવર્ગ સ્ત્રી), રમીલાબેન અર્જુનભાઈ ડાભી (સામાન્ય સ્ત્રી), રમેશગીરી મોતીગીરી ગોસ્વામી અને પ્રેમલ મયુરભાઈ ત્રિવેદી (બિન અનામત) ઉમેદવાર છે.
* વોર્ડ નં. ૭ (ઘાટલોડિયા): મનિષાબેન પરમાર (અ.જા. સ્ત્રી), પુજાબેન પ્રજાપતિ (સામાન્ય સ્ત્રી), પરાગ રતિલાલ પંચાલ (પછાતવર્ગ) અને અમિતકુમાર અરવિંદભાઈ ઓઝા (બિન અનામત) ના નામ જાહેર કરાયા છે.
* વોર્ડ નં. ૮ (થલતેજ): રમીલાબેન દિનેશજી ઠાકોર (પછાતવર્ગ સ્ત્રી), અનિતાબેન સલેમી ગોમ્સ (સામાન્ય સ્ત્રી), મનોજભાઈ હરિભાઈ પરમાર (અનુસૂચિત જાતિ) અને સુરેશસિંહ રોહિતસિંહ વિહોલ (બિન અનામત) મેદાને છે.
* વોર્ડ નં. ૯ (નારણપુરા): શ્રધ્ધાબેન નૌમેશભાઈ શૈજા (પછાતવર્ગ સ્ત્રી), શીતલબેન દેવેન્દ્રભાઈ ફડીયા (સામાન્ય સ્ત્રી), મહેશભાઈ ત્રિકમલાલ વાઘેલા (અનુસૂચિત જાતિ) અને દિનેશભાઈ હર્ષદભાઈ ઠાકોર (બિન અનામત) ની વરણી કરાઈ છે.
* વોર્ડ નં. ૧૦ (સ.પ.સ્ટેડીયમ): જયાબેન જીતુભાઈ સોલંકી (અ.જા. સ્ત્રી), કપીલાબેન જાદવ (સામાન્ય સ્ત્રી), અમિત ગણપતભાઈ નાયક (પછાતવર્ગ) અને અંકિતાબેન જીગ્નેશભાઈ પંચાલ (પછાતવર્ગ સ્ત્રી) ને ટિકિટ મળી છે.
* વોર્ડ નં. ૧૧ (સરદારનગર): રોમાબેન શ્યામલાલ રામાણી (સામાન્ય સ્ત્રી), શનાભાઈ ગોવિંદભાઈ ભોઈ અને ઓમપ્રકાશ તિવારી (બિન અનામત) તથા કામીનીબેન મેહુલકુમાર રાવલ (સામાન્ય સ્ત્રી) ઉમેદવાર રહેશે.
* વોર્ડ નં. ૧૨ (નરોડા): રિધ્ધિબેન ભરતભાઈ પરમાર (સામાન્ય સ્ત્રી), જીગ્નેશભાઈ મોહનભાઈ દાવડા (પછાતવર્ગ), જીગર વ્યાસ (બિન અનામત) અને ચેતનાબેન ગૌરાંગભાઈ રાઠોડ (પછાતવર્ગ સ્ત્રી) નો સમાવેશ થાય છે.
* વોર્ડ નં. ૧૩ (સૈજપુર-બોઘા): છાયાબેન અરવિંદકુમાર સોનવણે (સામાન્ય સ્ત્રી), ભાવિક સોલંકી (અનુસૂચિત જાતિ), દેવાંગકુમાર અશોક પ્રધાન (બિન અનામત) અને કામીનીબેન ઝાં (સામાન્ય સ્ત્રી) ચૂંટણી લડશે.
* વોર્ડ નં. ૧૪ (કુબેરનગર): પાર્થ રઘુનાથ દેસાઈ (પછાતવર્ગ), નિકુલસિંઘ તોમર (બિન અનામત) અને દુર્ગેશકુંવર નારાયણસિંહ સીસોદીયા (સામાન્ય સ્ત્રી) ને મેદાનમાં ઉતારાયા છે.
* વોર્ડ નં. ૧૫ (અસારવા): ગોવિંદભાઈ પટણી (પછાતવર્ગ), માણેકલાલ ડી. ઠાકોર (બિન અનામત), જયશ્રીબેન દેવદત્તભાઈ પરમાર (અ.જા. સ્ત્રી) અને દર્શનાબેન વિપુલભાઈ ઠાકોર (સામાન્ય સ્ત્રી) ઉમેદવાર છે.
* વોર્ડ નં. ૧૬ અને ૧૭ (શાહીબાગ તથા શાહપુર): શાહીબાગમાં રમેશકુમાર એસ. માળી (પછાતવર્ગ), મિલાપ ભરતભાઈ પટેલ (બિન અનામત) અને ઈન્દિરાબેન શામજીભાઈ પરમાર (સામાન્ય સ્ત્રી) તથા શાહપુર માટે આશાબેન દંતાણી (સામાન્ય સ્ત્રી), બ્રિજેશ શર્મા (પછાતવર્ગ), અકબર હુસેનભાઈ ભટ્ટી (બિન અનામત), મીરાબેન મકવાણા (પછાતવર્ગ સ્ત્રી) અને હેતલબેન રીતેશકુમાર સરવૈયા (સામાન્ય સ્ત્રી) ના નામ જાહેર થયા છે.
* વોર્ડ નં. ૧૮ (નવરંગપુરા): વિનોદભાઈ ઉમેદજી ઠાકોર (પછાતવર્ગ), તેજસભાઈ વણોલ (બિન અનામત) અને આશાબેન વિનોદકુમાર પરમાર (અ.જા. સ્ત્રી) પસંદ કરાયા છે.
* વોર્ડ નં. ૧૯ (બોડકદેવ): હેમલતા તેજસકુમાર ભટ્ટ (સામાન્ય સ્ત્રી), જીતેન્દ્ર ત્રિકમલાલ શર્મા (પછાતવર્ગ), અવધ આશિકભાઈ પટેલ (બિન અનામત) અને પ્રેમીલાબેન યશવંત યોગી (અ.જા. સ્ત્રી) ઉમેદવાર રહેશે.
* વોર્ડ નં. ૨૨ (ઈન્ડિયા કોલોની): અલકાબેન પવનકુમાર પટેલ (સામાન્ય સ્ત્રી), સંજયભાઈ અમરતલાલ બારોટ (પછાતવર્ગ), તુલસીભાઈ વાલજીભાઈ કળથીયા (પટેલ) (બિન અનામત) અને સૂર્યાબેન મણીલાલ પટેલ (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૨૩ (ઠક્કરબાપાનગર): હર્ષાબેન નરેશભાઈ રાદડીયા (સામાન્ય સ્ત્રી), ઉત્તમભાઈ ચંદ્રકાંત પારેખ (પછાતવર્ગ), ભુપેન્દ્રકુમાર કરસનભાઈ પરમાર (બિન અનામત) અને મીનાબેન સંજયકુમાર નાયક (પછાતવર્ગ સ્ત્રી).
* વોર્ડ નં. ૨૮ (ખાડિયા): બિરજુબેન અલ્પેશભાઈ ઠક્કર (સામાન્ય સ્ત્રી), ધ્રુવભાઈ કલાપી (અનુસૂચિત જાતિ), ઈલીયાસ ખાન એડવોકેટ (બિન અનામત) અને સીમાબેન સોલંકી (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૩૦ (પાલડી): ફાહેજાબાનુ મો. ફારુક શેખ (સામાન્ય સ્ત્રી), અર્જુન પ્રહલાદભાઈ નાયક (પછાતવર્ગ), રાગીનકુમાર રમેશભાઈ બેંકર (બિન અનામત) અને યશોધરાબેન નગીનભાઈ મહેરિયા (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૩૨ (વેજલપુર): ખ્યાતીબેન સુનીલભાઈ જીકાર (સામાન્ય સ્ત્રી), ભરત બુતાજી ઠાકોર (પછાતવર્ગ), વિપુલકુમાર અરૂણકુમાર ત્રિવેદી (બિન અનામત) અને ગીતાબેન જીતેન્દ્રભાઈ વાઘેલા (પછાતવર્ગ સ્ત્રી).
* વોર્ડ નં. ૩૭ (મણીનગર): મયુરીકાબેન સુથાર (સામાન્ય સ્ત્રી), જયરામભાઈ જયસિંહભાઈ દેસાઈ (પછાતવર્ગ), ચેતનાબેન રાજુભાઈ દેસાઈ (પછાતવર્ગ સ્ત્રી) અને મીનાબેન મહેશભાઈ ચૌહાણ (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૩૯ (અમરાઈવાડી): જગદીશભાઈ ખીમજીભાઈ રાઠોડ (અનુસૂચિત જાતિ), ભાવેશ ગુર્જર (બિન અનામત), સુરેખાબેન રાજેન્દ્રભાઈ ચૌધરી (પછાતવર્ગ સ્ત્રી) અને અવનીબેન પ્રશાંતકુમાર ચૌહાણ (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૪૦ (ઓઢવ): કપિલભાઈ દેસાઈ અને પ્રવિણભાઈ કાંતિભાઈ પરમાર (બિન અનામત) તથા શ્રીમતી ગીતાબેન મનીશભાઈ પરમાર (અ.જા. સ્ત્રી).
* વોર્ડ નં. ૪૧ (વસ્ત્રાલ): પાયલ હસમુખભાઈ પટેલ (સામાન્ય સ્ત્રી), દરજી વિજયભાઈ જયંતીભાઈ (પછાતવર્ગ), સંદીપ ભીખાભાઈ પટેલ (બિન અનામત) અને પ્રીયંકાબેન જનકકુમાર પારેખ (પછાતવર્ગ સ્ત્રી).
* વોર્ડ નં. ૪૨ (ઈન્દ્રપુરી): નેહાબેન જીતેન્દ્રભાઈ પટેલ (સામાન્ય સ્ત્રી), કિરણકુમાર ધુળાભાઈ ઓઝા અને રાજેન્દ્રકુમાર રમણલાલ સેંગર (બિન અનામત) તથા ફાલ્ગુનીબેન નારાયણભાઈ દેસાઈ (પછાતવર્ગ સ્ત્રી).
* વોર્ડ નં. ૪૩ (ભાઈપુરા-હાટકેશ્વર): સંગીતાબેન સેલ્વરાજ ગોંન્દર (સામાન્ય સ્ત્રી), ગૌરાંગભાઈ મગનભાઈ મકવાણા (અનુસૂચિત જાતિ), તિલકરામ રામસુરત તિવારી (બિન અનામત) અને ભાવનાબેન ઉપાધ્યાય (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૪૪ (ખોખરા): તરૂણબેન પાત્રે (સામાન્ય સ્ત્રી), સંજયભાઈ ગઢવી (પછાતવર્ગ), અપૂર્વ પટેલ (બિન અનામત) અને ચૌહાણ કુસુમબેન કનુભાઈ (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૪૫ (ઈસનપુર): રંજનબેન જગદીશ પુરોહિત (સામાન્ય સ્ત્રી), મેહુલ ત્રિલોકભાઈ પ્રજાપતિ (પછાતવર્ગ), હર્ષ દિલિપરાય યાજ્ઞિક (બિન અનામત) અને ચાવડા અસ્મિતા મહેશકુમાર (સામાન્ય સ્ત્રી).
* વોર્ડ નં. ૪૬ (લાંભા): કૈલાશબેન ઠાકોર (સામાન્ય સ્ત્રી), ઘનશ્યામસિંહ હિમંતસિંહ પરમાર (બિન અનામત) અને ભારતીબેન રજનીકાંત મહેરીયા (અ.જા. સ્ત્રી).
* વોર્ડ નં. ૪૭ (વટવા): સાઈસ્તાબાનુ લીયાકતઅલી બુખારી (સામાન્ય સ્ત્રી), નરેન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર (પછાતવર્ગ) અને આફ્રીદીખાન સાહીદહુસેન ઘોરી (બિન અનામત) ના નામો પર પસંદગી ઉતારવામાં આવી છે.
સંપૂર્ણ લિસ્ટ વિગતવાર વાંચવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
