News of Saturday, 11th April 2026
પદ્મશ્રી ડો.જે એમ વ્યાસ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી વિભૂષિત
વર્લ્ડ લેવલે નામના ધરાવતા. મૂળ સૌરાષ્ટ્રના વતનીએ વધુ એક સિદ્ધિ મેળવી

રાજકોટ તા. FSL વડા તરીકે આંતરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર , ગાંધીનગર સ્થિત વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિ. ના કુલપતિ ડો જે.એમ. વ્યાસને MIT- ADT પૂણે દ્વારા લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરતા તેમનાં વિશાળ શુભેચ્છક વર્ગ અને ખાસ કરી રાજકોટ, જુનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વિશેષ હરખની હેલી ચઢી છે.
NFSU-ગાંધીનગર કેમ્પસ ડાયરેકટર, પ્રો. (ડો.) એસ.ઓ. જુનારે, એકિઝક્યુટિવ રજિસ્ટ્રાર, શ્રી સી.ડી. જાડેજા સાથે, પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસનેMIT-ADT, પૂણે દ્વારા પ્રતિષ્ઠિત ''લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ''થી સન્માનિત કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ સન્માન પર પ્રતિક્રિયા આપતા 'પદ્મશ્રી' થી સન્માનિત ડો. જે.એમ. વ્યાસ
ે કહ્યું ''ફોરેન્સિક વિજ્ઞાન ફકત ગુનાઓ ઉકેલવા વિશે નથીે તે ન્યાય અને સમાજને મજબૂત બનાવવા વિશે છે.
આ પુરસ્કાર NFSUને ફોરેન્સિક શિક્ષણ અને સંશોધન માટે વૈશ્વિક કેન્દ્ર બનવા માટે પ્રેરણા આપે છે''
NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેકટર પ્રો. (ડો.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે MIT-ADT, પૂણે તરફથી ''લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ'' પ્રાપ્ત થયો છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનની યાદીમાં વધારો કરે છે, જે ફોરેન્સિક વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણમાં એક અગ્રણી તરીકેની તેમની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. MIT-ADT, પૂણે, ભારતમાં એક અગ્રણી સંસ્થા છે, અને આ પુરસ્કાર ફોરેન્સિક વિજ્ઞાનમાં ડો. વ્યાસના કાર્યને બિરદાવે છે. તેમના પ્રયાસોએ ભારતને ફોરેન્સિક શિક્ષણ અને સંશોધનમાં વૈશ્વિક નેતૃત્વ આપ્યું છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
