News of Saturday, 11th April 2026
IPS એસોસિએશનના પ્રમુખપદે જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, પિયુષ પટેલની ઉપપ્રમુખ તરીકે પસંદગી....
અધિકારીઓ અને સરકાર બંનેના વિશ્વાસુ ટીમની પસંદગીઃ IPS અધિકારીઓ ખોટા આરોપ એસોસિએશન સહન નહિ કરવા નિર્ણયથી હર્ષની લાગણી... : સિનિયર IPS નિપૂરણા તોરવણે? સેક્રેટરી પદની જવાબદારી સંભાળશે...

રાજકોટ, તા.૧૧: ગુજરાતના IPS અધિકારીઓના વિવિધ પ્રશ્ને અસરકારક અને શિષ્તબદ્ધ રીતે રજૂઆત કરવા માટે અમદાવાદના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકની પસંદગી કરવામાં આવી છે. આ પદ પર સેકન્ડ સિનિયર મોસ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, તે પરંપરા પણ જળવાઈ રહે તેવો દ્રષ્ટિકોણ પણ હોય છે.
IPS એસોસિયેશનના ઉપ પ્રમુખ તરીકે એન્ટી કરપ્શનના વડા અને સહુને સાથે રાખી શકે તેવા પિયુષ પટેલ જેવા અનુભવીની પસંદગી થયેલ છે. સેક્રેટરીની જવાબદારી સિનિયર IPS નીપુર્ણા? તોરવણે સંભાળશે. આ ટીમ રાજ્ય સરકાર સાથે પણ ખૂબ સારા અને વિશ્વાસના સંબંધ ધરાવતી હોય IPS અધિકારીઓની બઢતી સહિતના પ્રશ્નોમાં ઝડપ આવશે. IPS અધિકારીઓ પર કોઈ પ્રકારના તથ્ય વગરના આરોપો સમયે એસોસિએશન સક્રિય બની ખોટા આરોપ મૂકનાર સામે કાર્યવાહી કરવા માટે પણ સરકારમાં રજૂઆત કરવા નિર્ણય કરાયાનું ટોચના સૂત્રોએ અકિલાને જણાવ્યું છે
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
