<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સુરતના એકમાત્ર રઘુવંશી કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ પર ભાજપનો ફરી ભરોસો: સતત બીજી વાર ફાળવાઈ ટિકિટ

રાજકોટ તા.૧૧ : સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ છે. જેમાં સુરત ઘોઘારી લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને સુરતમાં એકમાત્ર રઘુવંશી કોર્પોરેટર એવા વ્રજેશભાઈ ભરતભાઈ ઉનડકટ પર પાર્ટી હાઈકમાન્ડે ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે. ભાજપ દ્વારા વ્રજેશભાઈને સતત બીજી વખત કોર્પોરેટર પદ માટે ટિકિટ આપવામાં આવી છે.

 

શ્રી વ્રજેશ ઉનડકટ માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ બહોળી નામના ધરાવે છે. તેઓ લોહાણા જ્ઞાતિના ખૂબ જ લોકપ્રિય અને અગ્રણી યુવા ચહેરો છે. પોતાના વિસ્તાર અને સમાજ માટે તેઓ સતત અનેક સેવા કાર્યો કરતા રહે છે. આરોગ્યને લગતી સેવાઓ હોય, જરૂરિયાતમંદોને મદદ કરવાની હોય કે અન્ય સામાજિક કાર્યો, વ્રજેશભાઈ હંમેશા લોકોની વચ્ચે રહીને જમીન સ્તર પર કામ કરવા માટે જાણીતા છે. તેમની આ જનસેવાની ભાવના અને લોકો સાથેના સીધા સંપર્કને કારણે જ ભાજપે તેમને ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

 

આજના આધુનિક સમયમાં તેઓ યુવાનો સાથે કદમ મિલાવીને ચાલે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વ્રજેશભાઈ ખૂબ જ સક્રિય જોવા મળે છે અને વિશાળ ચાહક વર્ગ ધરાવે છે.  યુવાનોમાં એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યા છે. 

 

સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પોતાના વોર્ડના નાગરિકોના પ્રશ્નો સાંભળે છે અને તેનું ઝડપી નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહે છે.

 

સુરતના રઘુવંશી સમાજ માટે આ એક અત્યંત ગૌરવની ક્ષણ છે. વ્રજેશભાઈને બીજી વાર ટિકિટ ફાળવવામાં આવતા સમગ્ર લોહાણા સમાજ અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. આગામી સમયમાં પણ તેઓ સુરત શહેરના વિકાસ અને લોકોની સેવા માટે અગ્રેસર રહેશે તેવો આશાવાદ સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે. આપ પણ શુભેચ્છા પાઠવી શકો છો. મો. ૯૩૭૪૯ ૯૯૯૯૯

 

(3:58 PM IST)