તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 11th April 2026
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરાનો કચરો સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ કડોદ ગામની સાઇટ પર ઠલવતા વિવાદ :ગ્રામજનોમાં રોષ
કચરાના નિકાલની આ પદ્ધતિ સામે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે અસંતોષ: કચરો નાખવાનું ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

સુરત જિલ્લાના બારડોલીના હરિપુરા અને કડોદ વચ્ચે કચરાના નિકાલના મુદ્દે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે. હરિપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામનો કચરો એકત્રિત કરી કડોદ ગામની ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવતા કડોદના ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.સામાન્ય રીતે દરેક ગ્રામ પંચાયતે પોતાના ગામના કચરાના નિકાલ માટે પોતાની હદમાં વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ અહીં હરિપુરા પંચાયત દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી કડોદ ગામની ડમ્પિંગ સાઈટ પર જગ્યાનો ઉપયોગ થઇ રહ્યો છે.
હરિપુરા ગામમાંથી રોજેરોજ કચરાના ટેમ્પો ભરીને કડોદની સીમમાં ડમ્પિંગ સાઈટ પર ખાલી કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે દરેક ગ્રામ પંચાયતે પોતાના ગામના કચરાના નિકાલ માટે પોતાની હદમાં વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ અહીં હરિપુરા પંચાયત દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી કડોદ ગામની જગ્યાનો ઉપયોગ થઇ રહ્યો છે. આ કચરાના કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
