<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

તાપી જિલ્લાના વાલોડ ખાતે એક યુવક પાસે 30 હજાર સામે 60 હજાર વસૂલ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા કામરેજ યુવક પર વ્યાજખોરીની ફરિયાદ

પઠાણી ઉઘરાણી કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

તાપી જિલ્લાના વાલોડ ખાતે વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા એક વ્યક્તિએ રૂ. 30,000 ઉછીના આપ્યા બાદ દોઢ વર્ષમાં તેની બેવડી રકમ એટલે કે રૂ. 60,000 વસૂલ કરી હોવા છતાં વધુ નાણાંની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બનવની જણવ્યા મળતી વિગત મુજબ તાપી જિલ્લાના વાલોડના ગાંધી ફળિયા વિસ્તારમાં રહેતા અજયભાઈ હરીશભાઈ ચૌધરીએ દોઢ વર્ષ અગાઉ કામરેજ (જિલ્લો સુરત)ના કિશન રાજેશભાઈ શર્મા પાસેથી 10 ટકાના દરે રૂ. 30,000 વ્યાજે લીધા હતા. આ રકમ સામે અજયભાઈએ અત્યાર સુધીમાં કુલ રૂ. 60,000 મુદ્દલ અને વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં આરોપી દ્વારા વધુ નાણાંની માંગણી ચાલુ રાખવામાં આવી હતી.
આરોપી કિશનભાઈ શર્મા વારંવાર વાલોડ ખાતે આવી અજયભાઈના ઘરે પહોંચી પઠાણી ઉઘરાણી કરતો હતો. તા. 08/04/2026ના રોજ તે અચાનક અજયભાઈના ઘરે આવી બાકી રકમની માંગણી કરી હતી અને ધમકી આપી હતી કે “હમણાં જ પૈસા નહીં આપે તો તમને વાલોડની બહાર જવા નહીં દઉં,” તેમજ ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી.
આ બનાવને પગલે અજયભાઈ ચૌધરીએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કિશનભાઈ રાજેશભાઈ શર્મા રહે. કામરેજ, સુરત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.હાલમાં આ મામલે વધુ તપાસ વાલોડ પોલીસ મથકના એએસઆઇ શબ્બીરખાન આલમખાન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

(1:46 PM IST)