<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અમદાવાદ જિલ્લામાં ચૂંટણી નિરીક્ષક તરીકે IAS અધિકારી ચંદ્રેશભાઈ કોટકની નિમણૂક : આચારસંહિતાના ભંગ કે ફરિયાદ માટે મતદારો કરી શકશે સીધો સંપર્ક

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો સહિત વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરાવવા સ્પિપાના નાયબ મહાનિદેશકને સોંપાઈ મહત્વની જવાબદારી

 અમદાવાદ:  ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં કાર્યરત IAS અધિકારી ચંદ્રેશભાઈ કોટકની ચૂંટણી નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી છે.

 

ચંદ્રેશભાઈ કોટક હાલમાં અમદાવાદ ખાતે આવેલી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) માં નાયબ મહાનિદેશક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તેમને અમદાવાદ જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકામાં પણ ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ તેઓ કરશે.

 

ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને આદર્શ: આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આચારસંહિતાના ભંગ બાબતે અથવા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે ઉમેદવારો, રાજકીય પક્ષો અને સામાન્ય મતદારો ચૂંટણી નિરીક્ષકનો સંપર્ક કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

ચૂંટણી સંબંધી રજૂઆત કે ફરિયાદ માટે ચંદ્રેશભાઈ કોટકનો ટેલિફોનિક સંપર્ક નંબર 7383016699 જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ રૂબરૂ મળીને રજૂઆત કરવા માંગતી હોય તો તેઓ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), ઈસરો સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ ખાતે મુલાકાત લઈ શકશે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને મતદારો નિર્ભય થઈને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નિરીક્ષકની આ નિમણૂક અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

(2:21 PM IST)