News of Saturday, 11th April 2026
ઉંઝા નગરપાલિકામાં બિનહરીફ સત્તા મેળવે તેવા એંધાણ

ઉંઝા, તા.૧૧: કડવા પાટીદારોના મૂળ ઐતિહાસિક ઊંઝા શહેરમા ભાજપે ૩૬ ઉમેદવારો જાહેર કર્યા અને ૨૦ બિનહરીફ થઇ જાય તેવા સંજોગો સર્જાયા છે. આ શહેર વર્ષ ૨૦૧૫ સુધી કોઇપણ રાજકીય પક્ષના મેન્ડેટ વગર પાલિકા ચૂંટણીને સ્વિકારતુ રહ્યુ છે. વર્ષ ૨૦૨૧થી ભાજપના મેન્ડેટ સાથે ઉમેદવારો જાહેર થતા રહ્યા છે.
ગઇકાલે રાતે ભાજપે સૌથી છેલ્લે જે યાદીઓ જાહેર કરી તેમા ઊંઝાના ૩૬ ઉમેદવારો હતા. મોડી રાતે ર્ંપાંચ વોર્ર્ડં બિનહરીફ રહે તે રીતે સામે કોઇએ ઉમેદવારી નહી કરવી એવુ નક્કી કરાયુ હોવાનો અહેવાલ છે ઊંઝામાં પહેલી વખત ૨૦ મેન્ડેડ સાથે ભાજપનું બોર્ડ બની રહ્યું છે. વર્ષ ૨૦૨૧મા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આખે આખી કડી નગરપાલિકા બિનહરીફ કરાવી હતી
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
