તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
વડોદરા કોંગ્રેસમાં ટિકિટોની જાહેરાત થતા જ ભડકો :વોર્ડ નંબર 1 ના વર્તમાન કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા બળવો
કોંગ્રેસ દ્વારા અવગણના કરાતા નારાજ થયેલા હરીશ પટેલે હવે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી

વડોદરા કોંગ્રેસમાં ટિકિટોની જાહેરાત થતાની સાથે જ ભડકો થયો છે, જેમાં વોર્ડ નંબર 1 ના વર્તમાન કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કાપવામાં આવતા તેમણે પક્ષ સામે બળવો પોકાર્યો છે. કોંગ્રેસ દ્વારા અવગણના કરાતા નારાજ થયેલા હરીશ પટેલે હવે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે અને તે અંતર્ગત આજે સવારે 11 વાગ્યે તેઓ ભવ્ય રેલી સ્વરૂપે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે. ઉલ્લેખનીય છે કે, હરીશ પટેલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નજીકના મનાય છે, ત્યારે ચૂંટણી ટાણે જ તેમના આ બળવાખોર તેવરથી વડોદરાના રાજકીય સમીકરણો ગરમાયા છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
