News of Saturday, 11th April 2026
ગુજરાતમાં હવે ગરમીનો ‘પાવર પ્લે', પારો ૪૨ ડિગ્રીએ પહોંચશે
જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં ૩ ડિગ્રીનો ઉછાળો આવશે, બપોરે અગનગોળા વરસશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી મિશ્ર વાતાવરણ રહ્યા બાદ હવે ઉનાળો અસલી તેવર બતાવવા તૈયાર છે. વેધરએનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી આગાહી મુજબ, આગામી ૧૧ થી ૧૮ એપ્રિલ દરમિયાન ગરમીનો પારો ૨ થી ૩ ડિગ્રી જેટલો ઉંચકાશે, જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૨ ડિગ્રીની સપાટી વટાવી શકે છે.
તેઓ જણાવે છે કે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે, સિવાય અમરેલી જ્યાં તે લગભગ ૨ડીગ્રી નોર્મલથી નીચે હતું. ૧૦ એપ્રિલના મહત્તમ તાપમાન આ મુજબ હતું.
રાજકોટઃ ૩૯.૦ડીગ્રી (નોર્મલ), ડીસાઃ ૩૯.૨ડીગ્રી (નોર્મલથી ૦.૮ડીગ્રી વધુ), અમરેલીઃ ૩૭.૯ડીગ્રી (નોર્મલથી ૨ડીગ્રી ઓછું), અમદાવાદઃ ૩૮.૪ડીગ્રી (નોર્મલ નજીક), વડોદરાઃ ૩૯.૨ડીગ્રી (નોર્મલ નજીક), ભુજઃ૩૭.૮ડીગ્રી (નોર્મલથી ૦.૬ડીગ્રી ઓછું)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે ૧૧ થી ૧૮ એપ્રિલ ૨૦૨૬ સુધીની આગાહી કરતાં જણાવે છે કે પવન મુખ્યત્વે પヘમિ દિશામાંથી ફૂંકાશે, ક્યારેક ઉત્તર-પヘમિ અથવા પヘમિ તરફથી ફૂંકાશે. પ્રથમ ૩ દિવસ પવનની ગતિ ૧૦ થી ૧૫ કિમી/કલાક, સાંજે ઝાટકા૧૫ થી ૨૫ કિમી/કલાક બાકીના સમયગાળામાં પવનની ગતિ ૧૫ થી ૨૦ કિમી/કલાક, સાંજે ઝાટકા ૨૫૩૦ કિમી/કલાક ફૂંકાશે. મોટાભાગના દિવસોમાં આકાશ ખુલ્લું રહેશે.
હાલનું નોર્મલ મહત્તમ તાપમાન ગુજરાતના મોટા ભાગમાં: ૩૯ડીગ્રી, ડીસા અને ભુજ ૩૮.૫ડીગ્રી, અમરેલી ૪૦.૦ડીગ્રી ગણાય.
આજે IMD દ્વારા હાલનું નોર્મલ મહત્તમ તાપમાન લગભગ ૦.૩ડીગ્રી થી ૦.૪ડીગ્રી સુધી મોટાભાગના કેન્દ્રો માટ વધારવામાં આવી શકે છે.
આગાહી સમયમાં ૧૧ થી ૧૫ અને ૧૮ એપ્રિલ મહત્તમ તાપમાન ૪૦ડીગ્રી થી ૪૨ડીગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે ૧૬-૧૭ એપ્રિલ એક-બે દિવસ માટે મહત્તમ તાપમાનમાં ૧ડીગ્રીનો સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે.
હાલ મહત્તમ તાપમાન નોર્મલ નજીક, અને અંદાજે ૨ડીગ્રી થી ૩ડીગ્રી વધારો થવાની શક્યતા કોઈ ખાસ હીટવેવ પરિસ્થિતિ નથી, પરંતુ બપોરે ગરમી અનુભવાશે મધ્યમ પશ્ચિમ પવન સાથે સાંજે પવન ની સ્પીડ વધશે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
