<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ વિવિધ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ચૂંટણી નિરીક્ષકને રૂબરૂ મળી શકાશે

રાજકીય પક્ષો, ઉમેદવારો, મતદાતાઓ ટેલિફોનિક સંપર્ક પણ કરી શકશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે વિવિધ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત, અમદાવાદ જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ તાલુકા પંચાયતો તેમજ વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)ના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સોંપવામાં આવી છે. 

આ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો/મતદાતાઓ તેમને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), ઈસરો સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ ખાતે રૂબરૂ મળી શકશે અથવા ૭૩૮૩૦૧૬૬૯૯ પર ટેલિફોનિક સંપર્ક કરવા જણાવાયું છે.

(6:47 PM IST)