News of Sunday, 12th April 2026
સુરતના સારોલીના મોડેન ટાઉન રેસીડન્સીના પાર્કિંગમાં આગ ભભૂકી :17થી 18 વાહનો બળીને ખાખ
બનાવની જાણ થતાં જ ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો

સુરતના સારોલીના મોડેન ટાઉન રેસીડેન્સીની ઘટના ઘટી છે. પાર્કિંગમાં આગ લાગતા 17 થી 18 વાહનો બળીને ખાક થઈ ગયા છે. મોડી રાતે 01:23 વાગે લાગી હતી આગ. આગ લાગતા રેસીડેન્સીમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યાં ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી પોણા કલાકના ભારે જમાત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે .
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
