News of Sunday, 12th April 2026
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી આયોજીત સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીએ 'ધક ધક' ડાન્સ કરતા હોબાળો
એબીવીપીના સભ્યોએ સ્પષ્ટતા કરી પ્રોગ્રામ માટે કુલ 140 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે વીડિયો વાયરલ થયો તેનું રજિસ્ટ્રેશન થયું ન હતું. બ્રેકમાં તે છોકરી પોતાની મેળે સ્ટેજ પર ચડી ડાન્સ કરવા આવી હતી

અમદાવાદઃ અભિનેત્રી માધુરી દિક્ષિત અને અનિલ કપૂરનું ફિલ્મ બેટાનું ગીત ધક ધક કરને લગા આજે પણ બહુ લોકપ્રિય છે અને આ ગીતથી માધુરી ધક ધક ગર્લ તરીકે જાણીતી થઈ હતી, પરંતુ વડોદરાની એમએસ યુનિવર્સિટીની ધક ધક ગર્લે વિવાદ ઊભો કરી દીધો હતો. અહીં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા આયોજિત સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીએ ધક ધક કરને ગલા પર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પરથી આ પ્રકારનો સેન્સેશનલ ડાન્સ એક વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવતા યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ મામલે એનએસયુઆઈએ આકરી ટીકા કરી હતી. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ડાન્સ થયો હતો અને તેનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. વિદ્યાર્થીઓ આને એમએસની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતું કૃત્ય કહી વખોડી રહ્યા છે. આ ઘટના અંગે એનએસયુઆઈના સૂત્રોએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે સંસ્કારના નામે યોજાયેલા કાર્યક્રમમાં આ પ્રકારનો ડાન્સ શરમજનક છે. આ મામલે એબીવીપીના સભ્યોએ એવી સ્પષ્ટતા કરી હતી કે સંસ્કાર સંગમ પ્રોગ્રામ માટે કુલ 140 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે વીડિયો વાયરલ થયો હતો તેનું રજિસ્ટ્રેશન થયું ન હતું. બ્રેકમાં તે છોકરી પોતાની મેળે સ્ટેજ પર ચડી ડાન્સ કરવા આવી હતી. એબીવીપીની આ મામલે કોઈ ભૂમિકા નથી.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
