<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ગરમી-તાપમાં રાજકીય પક્ષોને સામાન્‍ય દિવસે ભીડ ભેગી કરવાઃ મતદારોને આકર્ષવાની કસોટી

આ વખતની ચૂંટણીમાં પ્રચારના ઓછા દિવસોઃ કોર્પો.ની નબળી કામગીરી વચ્‍ચે પ્રજામાં જઈને પડકાર પ્રચારનો

અમદાવાદ,તા.૧૩: અમદાવાદમાં ઠેર-ઠેર ખાડાં, ખોદકામ અને રસ્‍તાના કામોથી માંડી અસહ્ય ટ્રાફિક સહિતના અનેક મુદ્દે કોર્પોરેશન સામે પહેલેથી પ્રજામાં રોષ છે ત્‍યારે કંટાળેલી પ્રજા માથે હાલ ગેસનો કકળાટ અને મોંઘવારી સહિતનો બેવડો માર છે ત્‍યારે આવામાં ઓછા દિવસોમાં પ્રજા વચ્‍ચે જઈને પ્રચાર કરવો અને મતદાન માટે આકર્ષવા એ દરેક પક્ષના ઉમેદવારો માટે પડકાર બનશે.ભીડ ભેગી કરવા નાસ્‍તા સહિતના વધુ ખર્ચા કરવા પડશે.

ચૂંટણી જાહેર થયાના દિવસથી સંપૂર્ણ પ્રક્રિયા એકજ મહિના કરતા ઓછા સમયમાં પુરી થવાની છે અને આ વખતે ઉમેદવારી ફોર્મ આમ તો દઠ્ઠી એપ્રિલથી ભરાવવાનું શરૂ થયુ હતુ પરંતુ ભાજપ-કોંગ્રેસે છેલ્‍લે સુધી ઉમેદવારોને ટીકિટ આપી ન હતી અને મેન્‍ડેટ ન મળતા ઉમેદવારો પણ મૂંઝવણમાં હતા. ગઈકાલે જ લવ ટેકાથી અભિ કવારી હોર્મ ખેંચાવા સાથે ઉમેદવારોનું ફાઈનલ ચિત્ર સ્‍પષ્ટ થશે.આમ ઉમેદવારોને ખરા અર્થમાં પ્રચાર માટે તો ૯થી૧૦ દિવસ જ મળશે.કારણકે ૨૬મીએ મતદાન છે અને ૨૪મીએ સાંજે ચૂંટણી પ્રચાર પૂર્ણ કરવાનો રહેશે.ચૂંટણી પ્રચારના આટલા ઓછા દિવસો અને આટલા ઓછા દિવસોમાં રાજકીય પક્ષો અને તેઓના ઉમેદવારો સામે આકરો તાપ તેમજ કોર્પોરેશનના કામથી કંટાળેલી પ્રજાને આકર્ષવી વગેરે સહિતના પડકારો છે.અમદાવાદમાં હવે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે ત્‍યારે રાજકીય સભાઓ-રેલીઓમાં ભીડ ભીડ ભેગી કરવી અને પ્રચાર બાદ પણ મતદાનના દિવસે લોકોને વોટિંગ કરાવવુ તે રાજકીય પક્ષો-ઉમેદવારો માટે ક્‍સોટી બનશે.હાલ જીવનજરૂરિયાતની વસ્‍તુઓથી માંડી દવાઓ અને રાંધણ ગેસની અછત વધેલા ભાવ, બેરોજગારી સહિતના અનેક મુદ્દે પ્રજા ત્રસ્‍ત છે ત્‍યારે પ્રજાને મતદાન  માટે ઑકર્ષવુ એ રાજકીય પક્ષો માટે ખાસ કરીને ભાજપ માટે મુશ્‍કેલ થઈ પડે તેવી સ્‍થિતિ છે. ઉમેદવારોએ ફીઝિકલ પ્રચાર સાથે સોશિયલ મીડિયા પ્રચાર પર પણ ખાસ આધાર રાખવો પડશે. 

(9:58 AM IST)